________________
૩૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાલ માટે આપના ભાઈઓને છેડે પણ પિતાની ભૂજાબળને અભિમાન હોય તે કૃષ્ણની સેના સહિત આપ આપની સેના લઈને કાલે કુરુક્ષેત્રના મેદાનમાં મારી સામે જરૂરથી પધારશે. દુર્યોધનની વીરતાને સંભળાવતા માગધના વચને સાંભળી યુધિષ્ઠિરે પ્રેમથી કહ્યું કે વન્દિરાજ! આપ મારા શબ્દો દુર્યોધનને કહેજે કે કાલ તમારી પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં જે હું હાજર ન થાઉં તો મારું સત્યવ્રત નષ્ટ થઈ જાય. આ પ્રમાણે કહીને સુવર્ણથી તેને સત્કાર કરીને વિદાય કર્યો.
યુધિષ્ઠિરે કૃષ્ણની પાસે જઈને “માગધે” કહેલી દુર્યોધનની વાત કહી બતાવી અને યુધિષ્ઠિરે કૃષ્ણને પ્રથમ યુદ્ધ કરવા માટેની વિનંતી કરી. કૃષ્ણ હસીને કહ્યું કે આપ હમણાં મારી યુદ્ધમાં ભાગ લેવાની ઈચ્છા રાખતા નહિ. કારણ કે પાંડુરાજાના દેદીપ્યમાન તેજથી યુદ્ધમાં વિજ્ય પ્રાપ્ત કરવા માટે આપને સહાયકની જરૂર પણ નથી, તે પણ સારથિ બનીને અર્જુનના ધનુષ્યની નવીન પ્રકારની કલાઓને જોઈ હું મારી આંખને આનંદ આપીશ. યુધિષ્ઠિરે કૃષ્ણના વચનને સ્વિકાર કરીને પિતાની સેનાને તૈયાર થવાની આજ્ઞા આપી દીધી. બુદ્ધિમાન યુધિષ્ઠિરે સર્વની સંમતિથી દ્રુપદ રાજાના પુત્ર દૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવ્યો.
છાવણીમાં સિનિક કવચ ધારણ કરીને તૈયાર થયા તે વખતે બધાના ગળામાં યુદ્ધત્સવ જેવાને માટે નવા