________________
૧૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરે, તે પછી ભીમ દ્રૌપદીના અપમાનને કેમ સહન કરી શકે. આ ભીમ પૃથ્વીને દુઃશાસન-દ્રોણ-કર્ણ-દુર્યોધનભીષ્મ-ધૃતરાષ્ટ્ર વિગેરેથી રહિત બનાવશે, માટે આ ક્રૂર કર્મ કરવાવાળા દુર્યોધનને મારી નાખ જોઈએ, અથવા જો એમ કરવામાં ન આવે તે આ પાપીને આ કાર્યથી રેક જોઈએ. પાંડે દ્રૌપદીને લઈ વનમાં જાય, વિદુરજીની વાતો સાંભળી ધૃતરાષ્ટ્ર કહ્યું કે એ નીચ દુર્યોધન ! આ કાર્યથી તું અટકી જા, નહિતર મારી તલવારથી તારૂં મસ્તક ઉડાવી દઈશ, પિતાના વચનને સાંભળી તથા ભીમાદિના મનને દુઃખી જોઈ દુર્યોધને કહ્યું કે આપની વાત માનું છું. પરંતુ આપ લેકે પણ મારી વાતને સાંભળીને માન્ય કરશે, પાંડ બારવર્ષ સુધી વનમાં રહે. અને એક વર્ષ ગુપ્ત વાસ કરે, જે તેઓ પકડાઈ જાય તે બીજા બારવર્ષ વનમાં જાય, અને તેમનું રાજ્ય હું ભેગવું. પાંડેએ વડીલેના આદેશથી દુર્યોધનની વાત માની લીધી. ધૃતરાષ્ટ્ર-દ્રોણ-ભીમ વિગેરેના વચનોથી દુર્યોધને પાંડવોના વસ્ત્રો આપી દીધા, તેઓની સાથે વનમાં જવાની દ્રૌપદીને અનુમતિ આપી, દ્રૌપદી સહિત પાંડે ઈન્દ્રપ્રસ્થથી ચાલ્યા, સ્નેહથી મેહિત બનેલા અને શેકથી મલિન મુખવાળા ભીષ્મ વિગેરે પણ પગપાળા પાંડવોની પાછળ ચાલ્યા, આંખમાંથી આંસુ સારતા લોકોએ રસ્તામાં દ્રૌપદી સહિત પાંડેને જતા જોયા, અખંડ તેજસ્વી પાંડે પિતાની રાજ્ય લક્ષ્મીને હારી જતાં માતાપિતાને મલવા માટે - ફરીથી હસ્તિનાપુર આવ્યા.
છો સર્ગ સંપૂર્ણ