________________
સર્ગ : ૧૩ ]
[૩૮૫ - કૃષ્ણના વચન શ્રવણ કરી ક્રોધાવેશમાં આવેલા યુધિષ્ઠિરે મધ્યાહ્ન પહેલાં શલ્ય રાજાને મારવાની પ્રતિજ્ઞા કરી, યુધિષ્ઠિરે પિતાના બાહુબળથી શલ્યને આગળ વધતે અટકાવ્યો. શલ્ય રાજાની મદદમાં આવતા બીજા રાજાઓને અર્જુન વિગેરે દ્ધાઓએ મારી નાખ્યા. યુધિષ્ઠિરે મધ્યાહ્નની પહેલાં અમોઘ શક્તિથી શલ્યને વધ કરીને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ભીમ વગેરેએ કોધાવેશમાં આવીને બીજા ઘણા રાજાઓને મારી નાંખ્યા. તે વખતે લેહીની નદી વહેવા લાગી.
ત્યારબાદ શકુની સહિત બધા રાજાઓને સાથે લઈને દુર્યોધન યુદ્ધ કરવા તૈયાર થયો. પાંડવસેના દુર્યોધનના વેગને સહન કરી શકી નહીં. બંને સેનાઓમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું.
" તે વખતે કૌરેવેન્દ્રના કપટનાટકના સૂત્રધાર શકુનીએ સહદેવને ઘેરી લીધો. અને તેની ઉપર ચારે તરફથી બાણ વર્ષા ચલાવી. તેજસ્વી સહદેવે પોતાના બાણથી તેના તમામ બાણ ભાંગી નાંખ્યા. જુગારમાં રમતી વખતે કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને સહદેવે ભુર, બાણથી શકુનીને શિરચ્છેદ કર્યો. સાક્ષાત્ પિતાના હૃદય સમાન શકુનીના મૃત્યુથી દુર્યોધન ચૈતન્યરહિત જેવો બની ગયો.
. પિતાની સેનાને ક્ષીણ જોઈને દુર્યોધન અત્યંત ચિંતાતુર બની ગયું અને અંધકારની સમાન ફેલાયેલી