________________
સ : છઠ્ઠો ]..
[ ૧૪૧
કેમ ચાલે છે? શું ત્યાં કેાઈ એ તારૂં' અપમાન કર્યુ છે? તારૂ' અપમાન કરીને અગ્નિમાં બળી મરવાની ઇચ્છા કાણ કરનાર છે ? ફણીધરના ણિ લેવાની ઇચ્છા કાણુ ધરાવે છે ? શકુનીએ કહ્યું કે રાજન્ ! આપના પુત્રના તિરસ્કાર ર્મેન્દ્ર પણ કરી શકે તેમ નથી. પરંતુ આપના પુત્રના અંતરમાં ખીજું દુઃખ છે. જેનાથી તે દુઃખી છે. રાજાએ ફરીથી કહ્યું કે હે વત્સ ! મને તારા દુઃખની કલ્પના પણ આવતી નથી કે તને દુઃખ કયા પ્રકારનુ છે? તારા ભાઇએ, મિત્રા વિગેરે તારા વનાને ગુરૂવાનની જેમ જ માને છે. તારી આજ્ઞાએ બધા રાજાઓના મુગટમાં મણિનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તારૂં' નગર પણ કુબેર નગરને જીતવાવાળું વલવશાલી છે, અપ્સરાએને જીતવાવાળી તારા અંતઃપુરમાં સ્ત્રીએ છે. દિગ્ગોથી પણ મદાન્મત્ત હાથી, હરણની ગતિ કરતા પણ ઝડપી ઘેાડાએ મેાજુદ છે. દેવવિમાનથી પણ નિર્માંળ તારા મહેલ છે. તેા પછી તને શાની ચિંતા છે? મને કાંઈ જ સમજણુ પડતી નથી, જે કંઈ દુઃખ હેાય તે તુ મને કહે.
દુર્યોધને કહ્યું પિતાજી ! આપના ચરણાની કૃપાથી મારી પાસે ઉત્તમ લક્ષ્મી છે, તેા પણ હું મારા માટે તે લક્ષ્મીને તરણાંની જેમ માનું છું; કેમકે યુધિષ્ઠિરની ઝગમગતી. લક્ષ્મીને જોઈને મારાં મનમાં શાંતિ નથી, જ્યાં સુધી સાગર જોયા નથી ત્યાં સુધી ની સુંદર લાગે છે, જ્યાં સુધી સૂર્યના ઉદય ન થયેા હેાય ત્યાં સુધી જ