________________
૨૭૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આજનો દિવસ અમારે માટે ભાગ્યશાળી છે, આજે અમારા પુએ અમેને ફળ આપ્યું છે. અમારા આંગણે સાક્ષાત કલ્પવૃક્ષ આવીને ઉભું છે, આપે આપના ચરણોથી આ ઝુંપડીને પાવન કરી છે માટે આપ શુદ્ધ આહારને ગ્રહણ કરે, અમારી ઉપર કૃપા કરે, ભાગ્યયોગે આપનાં દર્શનથી નિર્ધન પણ નિધિને પ્રાપ્ત કરે છે, શુદ્ધ આહાર જાણીને મુનિએ ગ્રહણ કર્યો. ને તે વખતે દેવતાઓએ દુંદુભિના નાદ ગજાવ્યા, વસુધારા આકાશમાંથી વરસી,સુગંધિજલની વૃષ્ટિ થઈ. આકાશમાંથી એક દેવતાએ પાંડવોને કહ્યું કે આ દાનના પ્રભાવથી આપની પાસે ધનવૃષ્ટિ થઈ છે. આપલેકે નવીન વેષભૂષાથી અને નવીન કાર્યથી તેરમું વર્ષ ગુપ્ત રીતિથી વિરાટનગરમાં પસાર કરો. આ પ્રમાણે કરીને તે દેવતા અદશ્યથઈ ગયે. મુનિ પણ ચાલ્યા ગયા. પાંડેએ પ્રથમ પુણ્યમય ત્યારબાદ શરીર રક્ષા માટે અન્નમય પારણું કર્યું. ધનવૃષ્ટિથી યાચકોને ખુશ કર્યા. સજજને તથા વાદળાઓની સંપત્તિ સર્વના માટે કલ્યાણકારી બને છે.
નવમા સર્ગ સંપૂર્ણ