________________
૧૫૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પ્રાપ્તિ થઈ છે. કુમાર ! તમે પણ પૂર્વજન્મમાં જૈનધર્મનું પાલન, આરાધન, કયુ છે, તેના પ્રભાવથી આ જન્મમાં પણ જિનધર્મનું પાલન કરીને આપ અને ભવસાગરને પાર કરશેા, આ પ્રમાણે અમૃતમય દેશનાનું શ્રવણુ કરી મુનિને વંદન કરી રથમાં બેસી અને પતિ પત્નીએ પ્રયાણ કર્યું.
કૈાશલા નગરી નીનજીકમાં આવેલા ઉદ્યાનમાં વિશ્રાંતિ કરવા માટે બંને ખેડા, નલરાજાએ દમયંતીને કહ્યું કે દેવી ! આપણી લક્ષ્મીથી અમરાવતીને જીતવાવાળી તમારા શ્વસુરની રાજધાની કાશલાપુરીને જુએ, આ બાજુ ક્રીડા સરાવર છે. આ તરફ ક્રીડા પંત છે. આ બાજુ હરિયાળા વનની શ્રેણી છે. આ બાજુ વાવ છે. આ પ્રમાણે નવ દંપતીને લઈ મેાટા ઉત્સાહથી ઇંદ્ર સમાન પ્રતાપી નિષધરાજાએ કાશલા નગરીમાં પ્રવેશ કર્યાં, કાશલા નગરીમાં અનેક સુંદર જિનમદિરાને જોઈ અને નલ જેવા પતિને પ્રાપ્ત કરી દમયંતીએ પેાતાના પુણ્યાયની પ્રશ'સા કરી.
નલરાજાની સાથે અનેક પ્રકારની સ્વચ્છન્દુ ક્રીડા કરતી દમયંતીએ દિવસને પ્રહરની જેમ અને રાત્રિને ક્ષણની જેમ પસાર કરી, તે બંનેએ ઘણા દિવસે સુખ પૂર્વક વિલાસામાં પસાર કર્યો.
એક દિવસ નલરાજાને રાજા, તથા કુબેરને યુવરાજ પદ્મ આપી, રાજાએ પ્રત્રજ્યા ગ્રહણ કરી, નલરાજાના રાજ્યમાં પ્રજાસપત્તિવાન મની, શત્રુએ દીનમુખે