________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય .. જંબુદ્ધિની મધ્યમાં જેમ મેરૂ પર્વત છે, તેવી રીતે પરાજાએ સ્વયંવર મંડપની, મધ્યમાં એક રત્નમય સ્તંભ નિર્માણ કર્યો હતો. તેના ઉપરના ભાગમાં બંને તરફ ફરતા નક્ષત્રચકોની જેમ અદ્વિતીય શોભાયમાન ચાર ચાર રત્નચક્ર ફરતા હતા, તે ચક્રોની ઉપર નીચા મુખવાળી “રત્ન પાંચાલી નામે પુતલી ફરતી હતી, જે પુતલીનું પ્રતિબિંબ નીચે પડતું હતું, સ્તંભની નીચે વસારથી નિર્મિત દેવતાઈ અધિષ્ઠિત ધનુષ્ય રાજાએ મૂકાવ્યું હતું.
નિમિત્તજ્ઞોના કહેવાથી, ઉચ્ચસ્થાને પૂર્ણ શુભગ્રહોથી દૃષ્ટ, શુભલગ્નમાં રાજાએ સાંજના પ્રત્યેક રાજાની પાસે દૂતને મોકલાવી સવારના સ્વયંવર મંડપમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. તે વખતે સૂર્ય દ્રૌપદીને વિભૂષિત કરવા માટે રત્નસાર લાવવા માટે રત્નાકર (સમુદ્ર) માં પ્રવેશ કર્યો, (અસ્ત થય) અમે બહુ દૂર રહેવાવાળી દ્રૌપદીને સ્વયંવર નહી જોઈ શકીએ, એ શેકમાં દિશાએના મુખ શ્યામ થઈ ગયા, (સૂર્યાસ્ત થઈ જવાથી અંધકાર ફેલાય) દ્રૌપદીને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા રાજાઓની કળાઓ (ચેષ્ટાઓ) જેવા માટે કલાનિધિ ચંદ્રમાએ અંબરમાં પ્રવેશ કર્યો, દ્રૌપદીના નેત્રની ઉપમા હું જ છું; તેના વર્ષમાં સરેવરમાં કમલ ખિલખિલાટ હસવા લાગ્યા, દ્રૌપદીને મેળવવાની સ્પર્ધામાં રાજયના હૃદયમાં કામદેવે એક સાથે આપણું માર્યા.. . . .