________________
૬૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે અમરાવતીને શરમાવે તેવી - દ્વારકા નગરી એક રાત્રિ દિવસમાં નિર્માણ કરી, મેટા મેટા મહેલ બનાવવામાં આવ્યા, જેમ વાદળ પાણી વરસાવે તેવી રીતે કુબેરની આજ્ઞાથી સાડા ત્રણ દિવસ સુધી રત્નની વૃષ્ટિ થઈ પિતાના ચાકરે દ્વારા ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે નન્દનવન જેવા ઉદ્યાને નિર્માણ કર્યા. સમુદ્રવિજય રાજાએ મહત્સવપૂર્વક કૃષ્ણને ગાદી ઉપર બેસાડ્યા, દેવતાઓની જેમ યાદ આનંદપૂર્વક દ્વારકા નગરીમાં રહેવા લાગ્યા, વનરાજીમાં, વાવડીઓમાં, કીડા પર્વતમાં, સ્વેચ્છાપૂર્વક શ્રીનેમિકુમારની સાથે બલભદ્ર ' તથા કૃષ્ણ કીડા કરવા લાગ્યા, પશ્ચિમ દિશા સૂર્યને - અસ્તને માટે છે, જ્યારે યાદવને અભ્યદય કરવાવાળી પશ્ચિમ દિશા બની, કૃષ્ણના અભ્યદયથી રાજા પ્રસન્ન " હતા. આ પ્રમાણે પિતાના ભાઈઓની અભિવૃદ્ધિ સાંભળીને ' હર્ષોલ્લાસવાળી કુન્તીએ કહ્યું કોરક! તારી વાતથી મને ખૂબ જ આનંદ થયો છે. મારા પુત્રને જન્મત્સવ મહોત્સવ બની ગયે, મારા ભાઈઓ ચિરંજીવ બને તેવા આશીર્વાદ મારા તરફથી કહેજે. કરકને સત્કાર કરી વિદાયગિરિ આપી, યુધિષ્ઠિર માતાના વાત્સલ્યામૃતથી વધવા લાગ્યા, નાના પ્રકારની કીડાઓથી બધાને આનંદ આપતા હતા.
બીજે સર્ગ સમાપ્તિ :