________________
સર્ગ : ૧૭ ] '
[૪પ૯ તમારા માટે કોઈ ઉપાય નથી. ભયભીત પદ્મનાભે તે જ પ્રમાણે કર્યું. ખરેખર જગતમાં પ્રાણ બચાવવા માટે જીવ શું નથી કરતો ? નૃસિંહરૂપ છેડીને ખુશ થતા. કૃષ્ણ કહ્યું કે પદ્મનાભ ! “તું ગભરાઈશ નહીં' આ પ્રમાણે આશ્વાસન આપી પદ્મનાભને પૂછ્યું કે “તે શા માટે દ્રૌપદીનું હરણ કર્યું છે? તે મને કહે. .
પદ્મનાભે કહ્યું કે દેવ! એક દિવસ મુનિપુંગવા નારદજી મારી પાસે અંતઃપુરમાં આવ્યા, મેં તેમની પૂજા કરી પૂછ્યું કે મારી પ્રેયસી સમાન સ્ત્રી તમે કયાંય જોઈ છે? તેઓએ મને કહ્યું કે તું કુવાના દેડકા જેવી વાત શા માટે કરે છે? પાંચાલીની સામે તારી સ્ત્રીઓ ગણત્રીમાં નથી. આશ્ચર્યચક્તિ બની મેં ફરીથી પૂછ્યું હે ભગવાન ! જેની આ૫ પ્રશંસા કરો છો તે દ્રૌપદી કેણ છે? તેઓએ મને કહ્યું કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અલંકારરૂપ હસ્તિનાપુર નામે સ્વર્ગની તુલના કરી શકાય, તેવું નગર છે. શૂરવીરના શિરતાજ સમાન યશસ્વી પાંડવે. તે નગર ઉપર રાજ્ય ચલાવે છે. કૃષ્ણ તેના સામ્રાજ્ય રૂપી વૃક્ષના મૂળ સમાન છે. દેવાંગનાઓના રૂપને જીતવાવાળી તે દ્રૌપદી પાંચ પાંડવોની એક જ પ્રિયતમા છે, આ પ્રમાણે કહીને નારદજી આકાશમાર્ગે ચાલ્યા ગયા, ત્યારે પાંચાલીના ગુણોનું સ્મરણ કરીને હું ખૂબ જ કામાતૂર બન્યું. ભવનપતિ નિકાયમાં રહેલા દેવ જે મારા મિત્ર છે તેમનું સ્મરણ કરીને પાંચાલીનું હરણ કરવા.
કે ભગવાન આશ્ચર્યચક્તિ અને તારી આ
,
,