________________
સર્ગ : છો.]
[ ૧૪૧ ત્યાંથી નીકળીને બ્રાહ્મણ કુંલિનપુર આવ્યો, દુખી હાલતે તેણે બધી વાત દમયંતી તથા રાજાને કહી, કુબડાનું સ્વરૂપ, સૂર્યપાક રસોઈની વાતે, મળેલી સેના મહારે, અલંકાર વિગેરે બતાવ્યું. હાથીને શાંત કર્યાની વાત તથા રાજાની પ્રસન્નતાની વાત કહી બતાવી, ત્યારે દમયંતીએ કહ્યું પિતાજી! નક્કી તેઓ આ૫ના જમાઈ છે. સૂર્યપાક રસાઈ, ગજવિદ્યા, ઉદારતા વિગેરે ત્રણે ગુણે તેમના સિવાય બીજાની પાસે નથી. માટે આપ કોઈપણ નિમિત્તે તેમને અહીંઆ બેલા કે જેથી હું તેમને અવશ્ય ઓળખી શકું. રાજાએ કહ્યું વત્સ! તારા બીજા સ્વયંવરના બહાને દધિપણું રાજાને આમંત્રિત કરૂં છું; જે તે કુબડે નલરાજા હશે તો જરૂરથી રાજાની સાથે આવશે, માટે નજદીકને દિવસ નક્કી કરીને રાજાને આમંત્રણ મોકલાવું છું. જે તારા નિમિત્તે એટલા જ સમયમાં રાજા દધિપર્ણને રથમાં લઈ કુબડે આવે તો જાણવું કે તે જ કુબડે નલરાજા છે. કારણ કે નલરાજા સિવાય બીજો કોઈપણ ઘેડાના હૃદયને જાણતા નથી, આ પ્રમાણે વિચાર કરી, ભીમરાજાએ વિચક્ષણ દૂતને દધિપર્ણરાજા પાસે મેક.
- દૂત ચુંસુમારપુરમાં આવ્યું, કુબડાની સામે દધિપર્ણરાજાને ભીમરાજાનો સંદેશ કહ્યો કે નલરાજાને પત્તા લાગતો નથી માટે ચિત્ર સુદ પાંચમના સવારના દમયંતીનો બીજે સ્વયંવર થશે, માટે આપ કેઈપણ પ્રકારે સ્વયંવરમાં