________________
૧૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તે વારે મેઘનાદે કહ્યું કે પ્રિયે! મારી સામે તું હેમાંગર, મણિર્ડ અથવા અર્જુનની વાત કરીશ જ નહી. તું મને તારે દાસ બનાવવાની કૃપા કર, પછી જોઉ છું. કે મને કોણ રોકે છે? તે વારે અને ત્યાં પહોંચે, અને બે કે હે નીચ ! વિદ્યાધર કુલકલંક! આ પતિવ્રતાને તારા શ્વાસોશ્વાસથી અપવિત્ર કેમ બનાવે છે. અરે! આનું હરણ કરતી વખતે તારૂં શરીર બળી કેમ ન ગયું? તું આને છેડી દે! તું ભાગી જા ! નહિતર અર્જુનની તલવાર આ પાપનું તને પ્રાયશ્ચિત્ત આપશે, અર્જુનની વાત સાંભળીને પ્રભાવતીના મનમાં આનંદ થયે, તેણીએ કહ્યું કે મારા પુણ્યથી જ આપ અહીં આવી પહોંચ્યા છે, કુલદેવતા તમારા શરીરમાં પ્રવેશ કરીને આપને વિજય અપાવે, પ્રભાવતી આ પ્રમાણે બેલી રહી હતી, એટલામાં અને મેઘનાદને કહ્યું કે હે નીચ! પાપી! તું શસ્ત્રને ધારણ કર, નહીતર આ તલવાર તને મૃત્યુને શરણ કરાવશે, મેઘનાદે કહ્યું કે હે માનવકીડા ! મારી તલવાર તારે સ્પર્શ કરવામાં લજા અનુભવે છે, અરે! નીચ! મારી પાસેથી આવી અદ્દભૂત અંગનાને કોણ લઈ જનાર છે. સિંહના પંજામાંથી મૃગલીને કણ છેડાવી શકનાર છે? અને કહ્યું કે વાણીમાં વિકાસ અને વીરતા બધાને હેાય છે, પણ ભૂજામાં શૂરવીરતા કયાં છે? એ નીચ વિદ્યાધર! કુરુવંશી કદાપિ પ્રથમ પ્રહાર કરતા નથીમાટે તું પ્રથમ પ્રહાર કરવા તૈયાર થા, અર્જુનના વચન સાંભળી ક્રોધિત થયેલા વિદ્યારે પ્રથમ પ્રહાર કર્યો, તેના પ્રહારથી અર્જુન