________________
૪૬૮]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ કુણે કહ્યું કે પ્રભુ વચન સાંભળીને નાગરિક દ્વારા મદ્યપાન ઉપર પ્રતિબંધ કર્યો, છ મહિના સુખપૂર્વક વિત્યા, વૈશાખ મહીને આવ્યું ત્યારે કદંબ વનના પાલકે આવી મને કહ્યું કે દેવ ! ઘણા વખત પહેલાં કાદંબરી ગુફામાં મૂકવામાં આવેલ મદ્ય કેઈએ પીધું. અને સુસ્વાદિષ્ટ લાગવાથી ભેટ રૂપે લાવી શાંબકુમારને પીવડાવ્યું. મધના લેભથી બધા કુમારની સાથે શાંબકુમાર પણ ત્યાં પહોંચી ગયા, ઈચ્છાનુસાર મદ્યપાન કરીને તેઓ ઉન્માદી બન્યા. એક નિર્જન સ્થાનમાં તપસ્યા કરતા પાપ વિનાશકારી દ્વૈપાયનમુનિને જોઈ કુમારે ક્રોધમાં આવી ગયા, શકુમારે કહ્યું કે દુષ્ટ અને નીચ એવા આ મુનિને મારી નાખે નહિતર આપણું નગરને સળગાવી મૂકશે, શાંબકુમારના વચન સાંભળીને લાતો, મૂઠીઓ, પત્થરે વિગેરેથી મુનિને મારવા લાગ્યા, મુનિ બેહોશ થઈ ગયા, “મુનિ મરી ગયા છે તેમ સમજી બધા કુમારે પિતાના ઘેર આવ્યા. ભાનમાં આવ્યા બાદ તે મુનિને અત્યંત ક્રોધાયમાન અવસ્થામાં જોઈને હું ત્યાં ગયા. હે મહામુનીશ્વર ! હવે આ અનર્થ નહી થાય, આ પ્રમાણે મુનિને સાત્વન આપતા હતા, ત્યારે તેઓ ક્રોધથી ધમધમતા રૌદ્ર સ્વરૂપથી લાલ દેખાતા હતા. મેં તે મુનિને વિનયથી હાથ જોડીને કહ્યું કે ભગવન્! કયાં આપનું સ્તરતા ! અને કયાં આ પ્રચંડ ક્રોધ? મુક્તિફલદાયી આપના તબીજને આ ક્રોધાગ્નિ બાળીને ખલાસ કરી નાખશે, મદ્યપાન કરીને અજ્ઞાનાવસ્થામાં