________________
૨૫૨ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્યારબાદ એક પ્રહર દિવસ વ્યતિત થયા પછી આકાશમાંથી એક સુંદર વિમાન આવ્યું, તેમાંથી પાંડવિએ ઉતરીને હાથ જોડીને માતાને નમસ્કાર કર્યા. દિવ્યમૂર્તિધારી એક મનુષ્ય હાથ જોડીને કુંતીને કહ્યું કે કુંતી ! આપને ધર્મ ફળે છે. આપના પુત્રો આપના ચરણમાં મસ્તક મુકીને ઉભા છે. કાર્યોત્સર્ગને છેડી કુંતીએ પુત્રના અંગને સ્પર્શ કર્યો. કુંતીએ દ્રૌપદીને ' હાથ પકડી કાઉસગ્ગ છોડાવ્યા. કુંતી પ્રસન્ન થઈ અને નાગકેશરના ઝાડ પાસે સપરિવાર જઈને બેઠી. કુંતીએ તે દેવ સ્વરૂપ મનુષ્યને પુત્રની વાત પુછી, તેણે આનંદથી બધે વૃત્તાંત કહ્યો.
હમણાં કોઈ મહષિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ' હતી. ત્યાં ઉત્સવ કરવા માટે ઈન્દ્ર આ રસ્તેથી જતો હતે; અહિંયા આવ્યા પછી તેમનું વિમાન થંભિત થઈ ગયું. વિમાન થંભી જવાથી તેમને ખુબજ આશ્ચર્ય થયું. આપ બંનેને કાઉસગ્નમાં લીન બનેલા જોઈ ઈન્દ્ર મને કહ્યું કે પુત્ર તથા પતિના વિયેગથી દુઃખી બનીને આ બંને કાઉસગ્નમાં બેઠા છે એટલે મારા વિમાનની ગતિ રેકાઈ ગઈ છે. "ગમેજિન ! આમાં એક પાંડવોની માતા છે. બીજી પાંડેની પત્ની છે, આ બંનેનું માહાભ્ય “જગતમાં પ્રસિદ્ધ છે. માટે તમે જઈને પાંડવોને છોડાવે, જેથી તેમના મનોરથ પૂર્ણ થાય, આ નાગરાજનું સરોવર છે. તેમાં કઈ પ્રવેશ કરી શકતા નથી. ભીમે