________________
૧૧૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અપમાન શા માટે કરે છે? આપની આકૃતિ-પ્રતિભા જેતા આપને કેઈપણ પ્રકારનું દુઃખ હેય તેમ માનવામાં આવતું નથી, છતાં આપને કાંઈ દુઃખ હોય તે મને જણ, તે વારે તે યુવાને હાથ જોડીને કહ્યું કે મારે વૃત્તાંત ઘણે લાંબે છે, હું કોને કહું ? આપ જરૂર વિશ્વાસ કરવા ગ્ય છે, આપનાથી કઈ વસ્તુ છુપાવવી તે અયોગ્ય છે, તો પણ મારા વૃત્તાંત કહીને આપને હું દુઃખી કરવા તૈયાર નથી, અને ફરીથી કહ્યું કે કુરુવંશમાં ઉત્પન્ન થનાર કેઈપણ કુરૂવંશી, બીજાના દુઃખને દૂર કરવામાં હંમેશાં તયાર જ હોય છે. માટે આપ આપનું વૃત્તાંત કહો. '
અર્જુનના સંતોષ આપનારા વચને સાંભળી તે યુવકે કહ્યું કે વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગમાં રત્નપુર નામે નગર છે. તે નગરમાં શત્રુઓના બળને ભાંગી નાખવાવાળા વિદ્યાધરેન્દ્ર ‘ચંદ્રાવતંસ, નામના રાજા હતા, તેને અત્યંત પતિવ્રતા સૌભાગ્યશાલિની સાક્ષાત્ લક્ષ્મીના અવતાર સમાન “કનકસુંદરી” નામે પત્ની હતી, તેઓને અત્યંત વત્સલ “મણિચૂડ' નામે પુત્ર તથા આનંદ આપવાવાળી “પ્રભાવતી' નામે પુત્રી હતી, યૌવનાવસ્થાવાળા મણિચૂડના લગ્ન લાવણ્યમયી “ચંદ્રાનનાની સાથે થયા હતા, સર્વકલાં પારંગત પ્રભાવતીના લગ્ન હિરણ્યપુરના હેમાંગદ રાજાની સાથે થયા હતા, મણિચંડ કુમારને તેને પિતાએ કુલકમાગત બધી વિદ્યાઓ આપી, વિદ્યાઓની