________________
૨૪૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે ત્યાં જ રથને લઈ ચાલે. એટલે હું જાણું શકું કે શત્રુ કેટલા છે? ચંદ્રશેખરે કહ્યું કે ત્યાં એકલા જઈને શું કરશે માટે પહેલાં રથનપુર ચાલીએ. પછી સેના લઈને શત્રુઓને વિનાશ કરવા સુવર્ણપુર જઈએ. અને કહ્યું કે સેનાની શું જરુરીઆત છે? શું સિંહ કોઈની સહાયતાથી હાથીના કુંભસ્થળને ફાડે છે?
અર્જુનના આગ્રહથી ચંદ્રશેખરે રથને સુવર્ણ પુર તરફ ચલાવ્યું. અનેક પ્રકારના શસ્ત્રોથી સુસજ્જિત તે રાક્ષસ અર્જુનને આવતા જોઈ પરસ્પર વાત કરવા લાગ્યા કે આ રથ ઈન્દ્રને આવી રહ્યો છે. આ રથમાં બેસી રાંદ્રશેખર અર્જુનને લાવી રહ્યો છે. નમિત્તિકે અજુનથી આપનું મૃત્યુ બતાવેલ છે, માટે અસ્ત્રોથી, શસ્ત્રોથી તથા કપટજાળથી શત્રુને જલ્દી મારી નાખે. આ પ્રમાણે વિચારીને ગરૂડની ઉપર સર્પોની જેમ અર્જુન ઉપર તે રાક્ષસો તુટી પડયા. ચારે તરફ યુદ્ધના વાજા વાગવા લાગ્યાં. તેમણે બાણોથી અર્જુનને ઘેરી લીધા. અર્જુને પિતાના બાણોથી તેમના બાણ કાપી નાખ્યા. રાક્ષાએ જુદા જુદા પ્રકારે યુદ્ધ કર્યું તે સર્વ પ્રકારે અને તેઓનો પ્રતિકાર કર્યો. તે વખતના યુદ્ધને જોઈ બેચર પણ ક્ષોભ પામી ગયા. ઈન્દ્રને પિતાની રાજ્યલક્ષી પ્રાપ્ત કરાવવામાં ઉત્સુક અને રથમાંથી ઉતરીને રવૈયાની. જેમ યુદ્ધભૂમિને લેવી નાખી. અર્જુનની મધુર અવસ્થા અને શત્રુઓ પ્રત્યેના ઉત્કૃષ્ટ પુરૂષાર્થને જેઈ ચંદ્રશેખર