________________
૩૮]
[પાંડવ થપિ મહાકાવ્ય લાવવામાં નિષ્ફળ બની ગયા. કર્ણને ચહેરો ખિન્ન થઈ ગયે અને પોતે જ રથમાંથી નીચે ઉતરીને ખેંચવા લાગ્યા પણ રથ જમીનમાંથી બહાર નીકળે નહિ.
ભયંકર બાણ વૃષ્ટિ કરતા અર્જુનને દીનતાપૂર્વક કણે કહ્યું કે અર્જુન ! ક્ષત્રિઓએ નિષેધ કરેલા કાર્ય તું કરીશ નહિ. યુદ્ધ નહિ કરનારની ઉપર સાચે ક્ષત્રિય પ્રહાર કરતા નથી અથવા જે તું ક્ષાત્રધર્મને ત્યાગ કરીશ તે બિચારે ક્ષાત્રધર્મ રહેશે કયાં? હું મારા રથને જમીનમાંથી બહાર કાઢે ત્યાં સુધી તું બે ઘડી માટે બાહુવર્ષા કરીશ નહિ.
દીનતાપૂર્વક બોલતા કર્ણને શલ્ય કહ્યું કે સુથારના કુળમાં જન્મ લેનારને માટે આવી વાત કલંકરૂપ નથી. ક્ષત્રીય તે પ્રાણાને પણ શત્રુઓની સામે આ પ્રમાણે આજીજી કરતા નથી. શીઆળવાને સિંહનું સ્થાન આપીને દુર્યોધને મૂર્ખતા બતાવી છે. તમે દુર્યોધનના મિત્ર બનવાને માટે ગ્ય નથી. કારણ કે તે સ્વમાની કદાપિ કાળે આવા શબ્દ બોલે જ નહી. આ પ્રમાણે શલ્યની કડવી માર્મિકવાણીથી નિસ્તેજ બનેલા કર્ણને કૃષ્ણ કહ્યું કે કર્ણ ! તારા જે ધર્મના રહસ્યને જાણવાવાળે બીજે કઈ જ નથી. પરંતુ અભિમન્યુ વધના સમયે આ ધર્મ શીલતા કયાં ચાલી ગઈ હતી ? કે તે વખતે બધાએ મળીને એક અભિમન્યુને માર્યો. દુઃખના સમયમાં ધર્મનું મરણ કરવું અને બીજાના વખતે ધર્મને ભૂલી જ