________________
સર્ગ : ૧ ]
[૪૩૩ તેમના વચનથી નેમિકુમાર થડા નરમ થયા તે વખતે પણ શિવાદેવી–સમુદ્રવિજય પણ ત્યાં આવી પહોંચ્યા. શિવાદેવીએ હાથ પકડીને કહ્યું કે પુત્ર! બધી કલાઓમાં, જ્ઞાનમાં, નયમાં તારા જે જગતમાં કોઈ નથી. તારી માતાની વિનંતીને અસ્વીકાર કર નહિ. માતાના વચન સાંભળી વિચાર કર્યો કે મારા ઉપર આ કેવું ધર્મસંકટ આવી પડયું !
એક તરફ માતા લગ્નનું દબાણ કરે છે જયારે બીજી તરફ કૌમાર્યાવસ્થામાં મારે તીર્થસ્થાપના કરવાની છે–આ પ્રમાણે નેમિકુમારે વિચાર કરીને માતાના વચનને માન્ય કર્યું. સાનંદ, સપરિવાર કૃષ્ણ નગરમાં પ્રવેશ કર્યો.
ત્યારબાદ બધાની સંમતિથી રાજીમતી નેમિકુમારને ગ્ય જાણી કૃષ્ણ ચતુર મંત્રી મોકલાવી ઉગ્રસેનની કન્યાની માંગણી કરી–પૂર્વ જન્મના સંબંધથી, ગુણશ્રવણથી, તથા કઈ કઈ વખત નેમિકુમાર તરફ રાજમતીના અનુરાગને જોઈ ઉગ્રસેન રાજાએ નેમિકુમારની સાથે રાજીમતીના લગ્ન કરવાની વાતને સ્વિકાર કર્યો. કોડૂકીને બોલાવી કૃષ્ણ વિવાહ લગ્નનું મુહૂર્ત પુછયું. ત્યારે કોર્ટુકીએ કહ્યું કે દેવ! હવે પ્રચંડ વર્ષાકાળ શરૂ થએલ છે. વર્ષાકાળમાં કઈ સામાન્ય કામ પણ ન થઈ શકે તો પછી વિવાહત્સવ જેવું મહાન કાર્ય તો કેમ થઈ શકે ! માટે વર્ષાકાળ
વ્યતિત કર્યા બાદજ શુભ મુહૂર્ત લગ્નોત્સવ કરે તેજ * વધારે શ્રેષ્ઠ છે. આ સાંભળી ખુબજ ઉત્સુકતાથી સમુદ્ર