________________
૪૬૬ ]
[પાંડવ રાત્રિ મહાકાવ્ય
માતાપિતાના વિયાગથી દુઃખી પાંડવોએ દિનરાત ધમાં પેાતાનુ ચિત્ત સ્થિર કર્યું. પાંડવોએ સુંદર જિનાલપ બનાવી તેમાં ભગવાન નેમિનાથના બિંબને પ્રતિષ્ઠિાપિત કરી, પ્રભુના વિયાગથી અશાંત અનેલા મનને શાંત કર્યુ” તે પણ માતાપિતાના વિયાગથી તેમનું મન અશાંત રહેવા લાગ્યુ'. દ્રૌપદીએ તેમની ખૂબ જ સેવા શુશ્રુષા કરી, જગતમાં સ્ત્રી, પુરૂષાને માટે તમામ પ્રકારના મને દ્વેગને
દૂર કરનાર છે.
વાર વાર તેઓની સાથે વિષયસુખ ભોગવતી દ્રૌપદીએ પૃથિવીના નિધાનની જેમ ગર્ભ ધારણ કર્યો, પૂર્ણ સમયે પૂર્વ દિશામાંથી આવતા સૂર્યની જેમ દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા, પુત્ર જન્મના ઉત્સવમાં યુધિષ્ઠિરે ખૂબ જ દાન આપ્યું. કારાગૃહના કેડીએને મુક્ત કર્યાં, પાંડવોએ પુત્રનું નામ પાંડુસૈન રાખ્યુ બાલ્યાવસ્થામાંથી જ પાંડુસેને તમામ વિદ્યાએ ઘણુ કરી લીધી, ગુણગ્રાહી પાંડવાએ તેને યુવરાજ નાવ્યા. તમામ પ્રકારે નિધર્મની પ્રભાવના કરતા પાંડવોએ ઘણા સમય વ્યતિત કર્યાં.
એક દિવસ શાહી જેવા કાળા મુળવાળા અને હાથમાં કૌત્તુભ મણિવાળા જરાપુત્ર યુધિષ્ઠિરની સભામાં આળ્યે, ઉચિત વિવેક કર્યાં પછી આસન પર બેસાડયા, તેના હાથમાં કૌત્સુભ મણી જોઈ ને આશ્ચય ચક્તિ થયેલા યુધિષ્ઠિરે પૂછ્યુ કે મને ખૂબ જ ચિંતા થાય છે ભાઈ !