________________
સર્ગ જો] પુત્રો ખિન્નવદને બેઠા હતા, આ ભાગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવા, શલ, જયદ્રથ” “મહાસેન, ચારૂદેણું વિગેરે બલવાને મનમાં જ વિચાર કરીને ઉઠવાની હિંમત પણ નહોતા કરતા. * દેવી ! જુઓ, કૃષ્ણના સંકેતથી મનમાં આનંદ પામતા પાંચે પાંડુ પુત્રો ધનુષ્યની તરફ ચાલ્યા, જેમાં પાંચે ઇંદ્રિઓથી શરીર શેભે છે, તેમ પાંડુરાજા પિતાના પાંચ પુત્રોથી શોભે છે, સૂર્ય-ચંદ્રની જેમ જેમાં શાંત અને વીરરસ બને છે, તેવા અજાતશત્રુની સ્તુતિ પણ કોણ કરી શકે ? યુદ્ધમાં યમરાજાની જેમ શત્રુઓની સામે નકુલ અને સહદેવ કેવા શેભે છે? સિંહની ગર્જના જેવી રીતે હાથીઓને ભય પમાડે છે તેવી જ રીતે “ભીમ અને અર્જુનનું નામ પણ ભય પમાડે છે, જે ભીમ લાકડાના દંડાની જેમ હાથીઓની સાથે ક્રીડા કરે છે. અર્જુનનું બાણ શત્રુઓના પ્રાણ હરે છે. ધનુષ્યમાંથી બાણને છૂટયા પહેલાં જ ભયના માર્યા દુમનના પ્રાણ ચાલ્યા જાય છે. શત્રુઓના હૃદયને અર્જુનનું બાણ ફાડી નાખે છે. પરંતુ શત્રુરાજાની સ્ત્રીના વક્ષ–સ્થળ ઉપરથી સુવર્ણના, રત્નોના, હાર પણ પડી જાય છે. આવા પાંડુ પુત્રોને જોઈ ને આનંદ ન થાય? આ પ્રમાણે જ્યારે દાસી બોલી રહી હતી, એટલામાં અર્જુન સ્તંભની પાસે આવ્યું, તે વખતે અર્જુનની ઉપર બધાની દૃષ્ટિ પડી, અને ધનુષ્યને પ્રદક્ષિણ તથા પ્રણામ કરીને મોટા "ભાઈની આજ્ઞાથી સીધું ઉપર ઉઠાવ્યું.