________________
૧૧૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સહેલું છે. પરંતુ આપ વિદ્યા વિના આકાશમાં વિચરતા વિદ્યાધરને જીતી નહી શકે. માટે આપ વિધિપૂર્વક મારી વિદ્યાને સ્વીકાર કરે, જ્યારે તે વિદ્યાઓને આપ સિદ્ધ કરશે, તે જ તેને આપ જીતી શકશે, અર્જુનની ઈચ્છા વિદ્યાઓ શિખવાની નહોતી, તે પણ “મણિચૂડે, આગ્રહથી બધી વિદ્યાઓ આપી, અને અર્જુન બધી વિદ્યાઓની સાધના કરવા માટે તૈયાર થયે, સ્નાન કરીને તે જ પર્વતની ગુફામાં તેણે પિતાનું આસન જમાવ્યું. મણિચૂડકુમાર પિતાની સ્ત્રીને દૂર રાખી ઉત્તરસાધક બન્ય, અર્જુન ધ્યાનસ્થ અવસ્થામાં, છ મહિના સુધી જપ કરવાને માટે પદ્માસન લગાવીને બેઠે, જ્યાં સુધી જાપ ચાલતા હતા, ત્યાં સુધી અનેક પ્રકારના વિદને રાક્ષસ નાખતા હતા, માંસના ટુકડાઓ અર્જુન ઉપર નાખતા, લેહી અને મદિરાનું પાન કરીને અટ્ટહાસ્ય કરતા, વળી મરેલા કલેવરના પેટ ફાડી તેના આંતરડાની માળા બનાવી ગળામાં નાખતા, હાથીનું રૂપ ધારણ કરી દંતશૂળથી અર્જુનને પીડા કરવા જતા હતા, તે વળી સિંહનું રૂપ ધારણ કરી ગર્જનાઓ કરતા અર્જુનને બીવડાવવા લાગ્યા, વળી અર્જુનની પાસે જઈને કહેતા કે પાંડુરાજાએ આપને બોલાવવા માટે અમને મોકલ્યા છે. રાક્ષસો કહેતા કે આપના વિરહમાં કુન્તી, હૃદયફાટ રડી રહી છે. તે કઈ રાક્ષસ એમ પણ બેલતા હતા કે હે નિર્દય ! તારા વિના દ્રૌપદી ખૂબ જ દુઃખી છે. પરંતુ અર્જુન પોતાના નિયમમાંથી ચલિત થયે નહિ. જ્યારે છ મહિનાને જાપ પૂરે થયે,