Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 492
________________ સર્ગ : ૧૮ ] [ ૪૮૩ વૃત્તિવાળા હતા, ધર્મામૃતમય શાન્ત વચનથી દરેક જગ્યાએ ઉપદેશ આપી ઉપકાર કરતા હતા. પવનની જેમ સ્વતંત્ર ગામ, નગર, જંગલમાં વિહાર કરવા લાગ્યા, તેમની સેવા કરીને પિતાના જીવનને ધન્ય માનતે સિદ્ધાર્થ દેવ પડછાયાની જેમ સાથે રહેતો હતો, એક તરફ ભગવાન નેમિનાથ, અને બીજી તરફ મહામુનિ બલભદ્ર જગતમાં સૂર્ય–ચંદ્રની સમાન ઉપકાર કરવા લાગ્યા. માટે આપ લોકો પણ નિર્વેદ પ્રાપ્ત કરીને તેમની જેમ સંયમ પ્રાપ્ત કરે, દીપક વિના અંધકારને નાશ થતો નથી. આપ લેકેએ શત્રુઓને વિનાશ કર્યો છે, રાજ્ય પણ ભેગવ્યું છે, અનુપમ પૌગલિક સુખની પ્રાપ્તિ પણ કરી છે. હવે તમારા માટે જગતમાં બાકી પણ શું છે? હવે તો તમારે ફક્ત મુક્તિ સુખ ભેગવવાનું બાકી છે. માટે તમે મુક્તિ સુખને આપવાવાળા ચારિત્ર્યધર્મને અંગિકાર કરો. આ પ્રમાણે ધર્મઘોષ મુનિના વચનોથી ઉત્સાહિત બનેલા પાંડેએ તરત જ સંસાર છોડવાની ભાવના પ્રગટ કરી, એકાએક ત્યાંથી ઉઠીને નગરમાં આવ્યા, શુભમુહૂર્તમાં કૃષ્ણ પ્રતિના ઋણમાંથી મુક્ત થવાને માટે તેઓએ જરાકુમારને સામ્રાજ્યને અધિકારી બનાવ્યું, તેઓએ કારાગારમાંથી કેદીઓને છોડી મૂક્યા, દુષ્કર્મ પરમાણુઓથી યુક્ત આત્માને શુધ્ધ સંવેગમય બનાવ્ય, સુવર્ણ દાનથી ગરીબની ગરિબાઈ તથા ઉંડા મૂળવાળા સંસાર વૃક્ષને વિનાશ

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506