________________
સ ઃ મા ]
[૨૬૩
એકદિવસ સેના સહિત દ્વૈતવનમાંથી જતા જયદ્રથ પાંડવાને જોયા, તેણે આવી કુ તીને પ્રણામ કર્યાં. જમાઈ સમજીને કુંતીએ આદરમાનથી જયદ્રથને થાડા દિવસ રહેવાને માટે કહ્યું. અર્જુને માતાની આજ્ઞાથી વિદ્યાનો ઉપયાગ કરી જયદ્રથનો સુંદર રસવતીથી સત્કાર કર્યાં.
એકદિવસ બધા પાંડવા બહાર ગયા હતા, એટલામાં એકાન્ત જોઈને રાવણે જેમ સીતાજીનું હરણ કયું હતું, તેવી રીતે જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું, દુરાત્માનો સત્કાર ગમે તેટલેા કરવામાં આવે તે પણ તે પેાતાનો સ્વભાવ છેાડતા નથી, અમૃત પીવડાવવા છતાં સાપ કરડવાની ટેવ છેાડતા નથી, પાંચે પાંડવાના નામ દઈને દ્રૌપદી જોરથી રડવા લાગી, રડવાનો અવાજ સાંભળી નજીકમાં રહેલા ભીમ અને અર્જુન દોડયા. કુંતીએ બંને ભાઈ એને કહ્યું કે દુઃશલ્યાને વૈધવ્ય પ્રાપ્ત. ન થાય એટલા માટે જયદ્રથને મારતા નહિ, તે મન્નેને આવતા જોઇને જયદ્રથ યુદ્ધને માટે તૈયાર થઇ ગયા, ભીમે ગદાથી તેના હાથીને મારી નાખ્યા, સેના ભાગી ગઇ, અર્જુને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ચારની જેમ જયદ્રથને આંધી લીધા, ભીમે અર્જુનના ખાણમાંથી ભાલા લઈ ને જયદ્રથના મસ્તકને પાંચ વાળ રાખીને મુડી નાખ્યુ, દ્રૌપદીને છાડાવી ભીમે તેને કહ્યુ. કે નીચ ! માતાની આજ્ઞાથી તને જીવતા છેાડુ છુ”, લજ્જાને ધારણ કરતા જયદ્રથે કહ્યું કે વૃકૈાદર! આ પાંચ શિખાએ તમારા
3
Y