________________
૫૬ ]
[પાંડવ ચત્રિ મહાકાવ્ય એકાએક બધાની દ્રષ્ટિ તેમના ઉપર પડી. બધા કહેવા લાગ્યા કે કેશી, અરિષ્ટ, કાલીય વિગેરેને મારનાર આ છે. આ નંદ નંદન છે. એણે જ પોત્તર હાથીને માર્યો છે. બંને ભાઈઓ મંચ ઉપર જઈને બેઠા, બલરામે કૃષ્ણને કહ્યું કે વત્સ ! ઉચે સિંહાસને બેઠેલ અને હાર તથા કુંડલથી વિભૂષિત તારા ભાઈઓને મારનાર “કંસ છે. ત્યારબાદ બલરામે સમુદ્રવિજય-વસુદેવ-અકુર આદિને પરિચય કરાવ્યું. સમુદ્રવિજયે કૃષ્ણને જઈ વસુદેવને કહ્યું વત્સ! આજે આપણા કુલદેવતા પ્રસન્ન છે, જેનાથી મને પુત્ર રત્નના દર્શન થયા, આજસુધી મારી આંખો તેના દર્શન વિના વંચિત રહી.
આ બાજુ કંસે સંકેત કર્યો, ચાણુરે કૃષ્ણની તરફ જોઈને કહ્યું. “જે પિતાને શ્રેષ્ઠ ક્ષત્રિય શૂરવીર માને છે. તે મારી સાથે મલ્લયુદ્ધ કરવા માટે તૈયાર થાય, ચારની વાત સાંભળીને કૃષ્ણ મંચ ઉપરથી કુદી પડયા, બેલ્યા કે હું મારી જાતને શ્રેષ્ઠ શુરવીર માનું છું. હું તારે અવશ્ય વિનાશ કરીશ, ચાણુરે કહ્યું હે ગોપાલક ! તું હજી બાળક છે. હજી તારા મુખમાંથી દૂધની ગંધ પણ ગઈ નથી, તું શું મારી સાથે લડવાને છે ? - શ્રીકૃષ્ણે કહ્યું કે મલ્લરાજ ! ટી આત્મપ્રશંસા કરવાની આવશ્યકતા નથી, હવે આપણે બંને યુદ્ધમાં ઉતરીએ, તમે તમારું યુદ્ધ કૌશલ્ય બતાવે. આ પ્રમાણે કહીને કૃષ્ણ પિતાથી જાંગ ઉપર થપાટ લગાવી, બધા