________________
સર્ગ : ૧૬
]
[૪૩૭
નેમિકુમારને ગ્ય પિતે છે એમ સમજયા લાગી. ત્યારબાદ શિવાદેવી વિગેરે નેમિકુમારની પાસે આવ્યા. - ત્યારબાદ ચંદનથી લિપ્ત અંગવાળા મુક્તામય અલંકારથી વિભૂષિત નેમિકુમારે આંખોને આનંદ આપે તેવા લગ્નના વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના મસ્તક ઉપર સફેદ છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. વેશ્યાઓ ચામર ઢાળતી હતી, રથમાં બેસીને નેમિકુમાર લગ્ન કરવા ચાલ્યા. બીજા કુમારે પણ હાથી ઘોડા રથ વિગેરે વાહન ઉપર બેસીને આગળ ચાલ્યા. સુંદર વ ધારણ કરી પહાડ જેવા પડછંદ હાથીઓ ઉપર સવારી કરીને બીજા રાજાઓ પણ જાનમાં ચાલ્યા.
બળરામ, કૃષ્ણ, તથા વૃદ્ધ દશાર્યો હાથી ઉપર બેસીને કુમારની પાછળ પાછળ ચાલ્યા. મતીઓથી વિભૂષિત પાલખી ઉપર બેસીને-કુન્તી-શિવાદેવી વિગેરે સ્ત્રીઓ દશાહેની પાછળ ચાલી. તે સ્ત્રીઓના માંગલિક ગીતાનો અવાજ, હાથી ઘોડા સૂર્યના અવાજમાં મિશ્રિત થઈને મધુર લાગતો હતો. પ્રભાતમાં ગીત ગાનારા વૈતાલિક લોકો નેમિકુમારની આગળ ગુણોથી ચંદ્રમાને જીતવાવાળા નેમિકુમારના અપૂર્વયશનું વર્ણન કરવા લાગ્યા. નગરમાં દરેક જગાએ. નાગરિક સ્ત્રીઓ દ્વારા પુષ્પો ફેંકવામાં આવ્યા તથા સ્નેહ પૂર્વક જોવા લાગી. રસ્તામાં મંગળવસ્તુઓને ગ્રહણ કરતા નેમિકુમાર ઉગ્રસેનના મહેલ પાસે આવ્યા. - મેઘ ગાજે ને મોરલા નાચી ઉઠે તેમ નેમિકુમારની
ભિક
કાર