________________
૪૫૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પ્રમાણ બાહ્ય ઉદ્યાનને સ્વચ્છ બનાવી દીધું. પુણ્યરૂપી ખીજને આત્મામાં વાવવા માટે મેઘકુમારોએ સુગ’ધી જલને એક ચેાજન પ્રમાણ ભૂમિ ઉપર છાંટયું. પેાતાના કબંધનને દૂર કરવા માટે વ્યંતર દેવાએ તે ભૂમિ ઉપર રત્નની શિલાએની રચના કરી, તેને ધ્વજ-છત્ર વિગેરેથી અલ'કૃત ચાર દિશાઓમાં તારણા આંધ્યા, વૈમાનિક દેવાએ રત્નમય પ્રાકારોની રચના કરી, જ્યાતિષ્ક દેવાએ સુવર્ણમય મધ્યમ પ્રાકારની રચના કરી, ભવનપતિ દેવાએ સુંદર પ્રકાશિત સુવર્ણમય બહારના પ્રાકારની (સમવસરણની) રચના કરી, દરેક પ્રાકારમાં (ગઢમાં) માણિકય રત્નથી જડેલા ચાર ચાર દરવાજાઓ હતા, ગઢ દરવાજાની બહાર કમલેાથી સુગેાભિત ચાર વાવડીઓ હતી, વચ્ચેના ગઢમાં જીનેશ્વરને વિશ્રાંતિ માટે દેવછ ઢ અનાવ્યા હતા, માણેકગઢમાં અશોકવૃક્ષથી શાભતુ પૂર્વાભિમુખ રત્નનું સિંહાસન બ્યન્તર દેવાએ ત્રણે લેાકના સામ્રાજ્યનું સૂચન કરતા ત્રણ છત્રો સિંહાસનના ઉપરના ભાગમાં શેલતા હતા, તેની સામે ધર્માંચક તથા ધર્મધ્વજ મનાવ્યા હતા, દેશનાભૂમિમાં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી હતી.
*
પ્રભુ સુવર્ણ કમલ ઉપર પેાતાના ચરણકમલ મૂકીને અશાકવૃક્ષને પ્રદક્ષિણા કરીને ‘નમઃ તીર્થાય’ માટેથી મેલી ભગવાન નેમિનાથ તે સિ’હાસન ઉપર બેઠા. તેમના મસ્તકની પાછળ સૂર્ય મ`ડલની જ્યાતને તિરસ્કાર કરનાર ભામડલની પ્રભા પ્રગટ થઈ.