________________
૪૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય વિજયે કહ્યું કે વિલંબ કરે કોઈ રીતે ઉચિત નથી કેમકે ખુબ જ મુશ્કેલીએ અમે બધાએ નેમિકુમારને સમજાવેલ છે. તેમની ઉત્સુકતા જોઈ કોકીએ શ્રાવણ સુદ ૬ ને દિવસ બતાવ્યું. દિવસ નજદીક હોવાથી આપની પાસે મને મેકલાવેલ છે. આ પ્રમાણે કહીને કેરિકે યુધિષ્ઠિરના હાથમાં કુંકુમ પત્રિકા આપી દીધી, કપુરથી સુવાસિત તે કુંકુમ પત્રિકાને લઈ યુધિષ્ઠિરે સભામાં તે પત્રિકા વાંચી.
દ્વારકા નગરીથી કૃષ્ણ હસ્તિનાપુરમાં વિરાજમાન ધર્મનંદન યુધિષ્ઠિરને આલિંગન કરીને વાર્તાઓથી અભિનંદિત કરે છે. અમે બધા કુશળ છીએ તે જાણીને તમે આનંદ પામશે. અને આપના અભ્યદયના સમાચાર જાણીને અમે આનંદ પામીશું. કાર્ય એ છે કે અમારા આગ્રહથી મુમુક્ષુ જિતેન્દ્રિય નેમિકુમારે લગ્નને સ્વિકાર કરેલ છે. માટે અસાધારણ સૌજન્યવાળા આપ પત્ની તથા ભાઈઓ સહિત લગ્નના વખતે જરૂરથી પધારશો. વધારામાં ભત્રિજાના લગ્ન કાર્યમાં જેનો અધિકાર છે તેવા કુન્તી દેવીને અવશ્ય સાથે લેતા આવશે.
ચંદ્ર સમાન શીતળ નારાયણ (કૃષ્ણ)ના આમંત્રથી પાંડવોના મન કુમુદની સમાન વિકસિત બની ગયા. કરકને સત્કાર કરી વિદાય કર્યો. ત્યારબાદ પિતાજીને રાજ્ય કારભાર સુપ્રત કરીને તેરણોથી સુશોભિત, મંચથી ચુક્ત, ઉદ્યાનેવાળી કૃષ્ણથી આમંત્રિત સેંકડે રાજાઓ