________________
સ ૮ ] જેનાથી તેનું સાક્ષાત્ ઋતુઓની લક્ષ્મી દેખાતી હતી. હાથીના કુંભસ્થળમાંથી નીકળેલા મોતીઓ પાંડવોને ભીલે આપતા હતા. તેને હાર બનાવી ભીમ-દ્રૌપદીને પહેરાવતો હતો. દ્રૌપદી અને કુંતીને આનંદિત જોઈને પાંડ આનંદ માનવા લાગ્યા. વળી પાંડ અને કુંતીની અનુકુળતા સાચવવાની દ્રૌપદી સતત કાળજી કરતી હતી. ભાઈઓની સેવાથી સંતુષ્ઠ યુધિષ્ઠિર હસ્તિનાપુર કરતાં જંગલને મંગલ માનવા લાગ્યા. યુધિષ્ઠિરની સેવા કરવાનો હા મેળવી ચારે ભાઈએ પિતાના જીવનને કૃતાર્થ માનવા લાગ્યા.
એકદિવસ સવારના યુધિષ્ઠિર ત્રાસન પર બેઠા હતા. ભીમ તેમના પગ દબાવતો હતો. કુંતી રાજાની પાસે બેસીને કાંઈક બેલતી હતી અને દ્રૌપદી આદરપૂર્વક સાંભળી રહી હતી. નકુલ અને સહદેવ છત્રચામર લઈને રાજાની પાછળ ઉતા હતા. એટલામાં અને હાથમાં ધનુષ્યબાણ સહિત એક મુસાફરને આવતા જોયે. મુસાફરને નજીક આવ્યા બાદ અર્જુને ઓળખ્યો અને યુધિષ્ઠિરને પ્રિયંવદના આગમનના સમાચાર આપ્યા. પ્રિયંવદે આવી રાજાને નમસ્કાર કર્યા. રાજાએ પ્રેમથી તેને આલિંગન કર્યું. સહદેવે આસન આપ્યું. તે ઉપર તે બેઠે. રાજાએ પૂછયું વત્સ ! પિતાજી આનંદમાં છે ને ?" હંમેશાં અમારા કલ્યાણમાં આનંદમાં આનંદ માનતા વિદુરજી કુશળ છેને? પૂજ્ય દાદાજી, આચાર્ય ગુરૂદ્રોણું