________________
સર્ગઃ ૧ ] .
- [ તથા સુવર્ણમય આભુષણે પહેરાવીને પિતાની પાસે રાખી લીધી અને ધીમે ધીમે રાણીની અત્યંત પ્રિય બની ગઈ.
- પાંડેએ પણ પિતાના કામથી રાજાને ખુબ જ પ્રેમ સંપાદન કર્યો, રાતના પાંડવો કોઈ મકાનમાં રાખ– વિામાં આવેલ કુંતી પાસે જતા હતા, તેમની સેવા કરતા હતા, કામના કરતાં પણ વધારે પુરસ્કાર રાજા તરફથી મળતો હતો. વિરાટરાજાના નગરમાં પાંડવોને તેરમા વર્ષના અગિયાર માસ વ્યતિત થઈ ગયા.
ત્યારબાદ રાણી સુદૃષ્ણાનો સહેદરભાઈ કીચક સિપ્રીના તરફ અતિશય કામી બન્યું. તેણે એક હૃતિને સમજાવી સરંધીની પાસે મોકલી. દૂતિએ દ્રૌપદીની પાસે આવીને કહ્યું કે આપનું પતિવ્રતાવ્રત જગતમાં પ્રસિદ્ધ છે. હું આપની પાસે એટલા માટે આવી છું કે આપ મહારાણીના ભાઈ કીરાકને તો જાણતા હશે ? આજે તેમનું શરીર કઈ કારણવશાત્ ખુબ જ અસ્વસ્થ છે. ઉપાયે કરવા છતાં પણ તેમને ઠીક નથી, કદાચિત્ આપના હાથને સ્પર્શ થવાથી તેમનું સ્વાથ્ય સુધરી જાય, કારણ કે સતી સ્ત્રીઓના સ્પર્શથી તમામ પ્રકારના દુઃખ અને દર્દ મટી જાય છે. માટે આપ જલ્દીથી ત્યાં જઈને તમારા સ્પર્શથી તેના દુઃખને મટાડવાની કોશિષ કરો, કેમકે તમારા જેવી સતી સ્ત્રીઓ મહાપ્રભાવિક હોય છે. ઉપરથી સુંદર અને અંદરથી વિષમય ભાવનાવાળી દુતીને વચનો