________________
હદ ]
[પાંડવ ચરિ મહાકાવ્ય ભીમે અભિમાનથી કહ્યું કે અર્જુનના આ અભૂત કાર્યથી જે વીર, પરાક્રમી રાજાને માથાને દુખાવો ઉત્પન્ન થયે હશે, તેની ચિકિત્સા કરવા માટે મારી આ ગદા તૈયાર છે. રાજાઓના અભિમાનને અને જે રીતે નમાવ્યા હતા, તેવી જ રીતે ધનુષ્યને નમાવ્યું. તે વખતે મિત્રોના મુખકમલ કાંતિમાન બન્યા, પરંતુ દુશમનના મુખકમલ શ્યામલ થઈ ગયા, કુતીના અંતરમાં જેટલી પ્રસન્નતા આવી તેનાથી વધારે ખિન્નતા ગાન્ધારીના અંતરમાં આવી, યુધિષ્ઠિર આદિની આંખે આનંદથી ભરાઈ ગઈ જ્યારે દુર્યોધન વિગેરેની આંખે રેષથી ભરાઈ ગઈ, દ્રોણાચાર્યે પાંડુ, ધૃતરાષ્ટ્ર, અને ભીષ્મને કહ્યું કે હવે આપ સર્વે અર્જુનની ધનુર્વિદ્યાને સાવધાનીથી જુઓ, અને તેલથી ભરેલા કુંડમાં ચક્રોના આરાને પ્રતિબિંબિત થતા જોયા, તેનું લક્ષ્ય બિંદુ સાંધી “રત્ન પાંચાલી, (રાધા)ની જમણી આંખને વેધ કરી નાખે.
તે વખતે સ્વયંવર મંડપમાં રહેલા રાજાઓએ જયઘોષ કર્યો. જેનાથી જગત શબ્દમય બની ગયું. દેવતાઓએ અર્જુનની ઉપર પારિજાત વિગેરે પુષ્પની વૃષ્ટિ કરી, વાજીંત્રો વાગવા લાગ્યા, પણ ધનુષ્ય ટંકારના અવાજમાં સાંભળી શકાયા નહિ, તે વખતે પાંડુરાજા તથા કુન્તીને માટે આખું જગત આનંદમય, સંપત્તિમય, અને યશમય બની ગયું. આનંદથી માં