________________
[૧૩૭
સર્ગઃ છઠ્ઠા ] પ્રમાણે ખુબ જ ઉત્સાહથી દશ દિવસને ઓચ્છવ પૂર્ણ થયા બાદ રાજાએ “સંઘપૂજા કરી. ભેટના રૂપમાં આવેલી - તમામ વસ્તુઓથી સત્કાર કરી રાજા યુધિષ્ઠિરે બધા રાજાઓને વિદાયગિરિ આપી.
સમુદ્રવિજય રાજાના સમાચાર આવવાથી શ્રી કૃષ્ણની વિધિ પૂર્વક સ્વાગતા કરીને વિદાયગિરિ આપી, બંધુ પ્રેમથી રાજાએ દુર્યોધનને ઘણા દિવસો સુધી અહીં રાખે, પાંડની સમૃદ્ધિ જોઈને દુર્યોધનને ખુબ જ અદેખાઈ આવતી હતી, તો પણ તે મામા શકુનીની સાથે ખુબ જ ગંભીરતાથી રહેવા લાગ્યો અને પાંડવોની સાથે ઉદ્યાનમાં, પર્વતમાં અનેક પ્રકારની કીડાઓ કરવા લાગે.
એક દિવસ દિવ્ય રાજ્યસભા ભરવામાં આવી, ત્યારે દુર્યોધને પણ સભામાં પ્રવેશ કર્યો, નવિન સ્ફટિકમય ફરસબંધ જમીનને પાણી સમજી પિતાને કપડાને ઉંચા કરતા દુર્યોધનને જોઈ નોકર હસવા લાગ્યા, જમીન સમજીને જ્યારે ચાલતો હતો ત્યારે તે પાણીમાં સરકી પડયો, કપડાં ભીંજાઈ ગયા, પોતે કમલ લેવા જવાને દેખાવ કરવા લાગે ત્યારે ભીમ હસી પડે, યુધિષ્ઠિરે બીજા કપડાં મંગાવી આપ્યા, અને કપડાં બદલવાનું કહ્યું. હૈયામાં કોધથી ભભૂકતા દુર્યોધને કપડાં બદલી નાખ્યા, ઉંચી જમીનને નીચી સમજીને ચાલતાં ચાલતાં તે પડી ગયે, તે જોઈને અર્જુન હસવા લાગ્યું, ખુલ્લા