________________
સર્ગઃ ૧૩]
[૩૮૯ કરતે. મારૂં મુશલ શસ્ત્ર પાંડવોને આ નીચ કાર્યનું ફળ જરૂર આપત. પણ તેમાં પરસ્પરના સંબંધો આડા આવે છે. તો પણ હું પ્રતિજ્ઞા કરું છું હવે પછી કદાપિ પાંડેનું મુખ જોઈશ નહિ. આ પ્રમાણે કહીને ક્રોધમાં આવેલા બલભદ્ર પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા.
દુર્યોધન મહામુશ્કેલીએ શ્વાસોશ્વાસ લઈ શકતો હતો. કૃષ્ણ પાંડવોને બેલાવી મોટાભાઈ બળરામને સમજાવવાને માટે સાથે આવવા જણાવ્યું. ધષ્ટદ્યુમ્ન અને શીખંડીને છાવણીના રક્ષણનો ભાર સંપી કૃષ્ણની સાથે પાંડવ બળરામને મનાવવા માટે ચાલ્યા અને પાંચ પાંચાલને લઈ ધૃષ્ટદ્યુમ્ન અને શીખંડી છાવણીમાં આવ્યા. - રાત્રીને અંધકાર પછેડો, ભૂમંડળ ઉપર સંપૂર્ણ છવાયો નહતો તે વખતે કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા ત્રણે જણાએ દુર્યોધનની પાસે આવી દુઃખિત હૃદયે કહ્યું કે મહારાજ ! મહાન માનવીઓમાં અગ્રગણ્ય આપે છે. જો કે આ અવસ્થામાં પણ આપે શત્રુની સામે દીનતા બતાવી નથી. અમે લેકે તે કૃતદન નીકળ્યા કે જેનાથી આપ આ દશાને પ્રાપ્ત થયા છે. તે પણ અમારી ભાવના છે કે રાત્રિના યુદ્ધ કરીને પાંચ પાંડના મસ્તકે કાપીને આપની સામે મૂકી આપના ઋણમાંથી મુક્ત થઈએ. - તેમના વચન સાંભળી થયેલી પીડાને ભૂલી દુર્યોધને તે ત્રણે જણાને આલિંગન કરીને કહ્યું કે જે તમારી ઇચ્છા