________________
૧૪૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય છે, દેખાવમાં યમુના સમાન, ક્રુરતામાં યમરાજ જેવા તલવારને ધારણ કરનાર નકુલ, સહદેવને કેણ જીતી શકે તેમ છે? કૃષ્ણ વિગેરે પણ તેમના સહાયક છે. માટે શસ્ત્રાસ્ત્રના યુદ્ધમાં તેમને કોઈ જીતી શકે તેમ નથી, પરંતુ તેમને જીતવાનો એક ઉપાય છે.
- સૌબલની વાત સાંભળી દુર્યોધનનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું, ક ઉપાય છે? આપ જલ્દીથી કહે. સૌબલે કહ્યું શ્રીમાન્ દેવતાઓની જેમ મને પણ જુગાર સિદ્ધવિદ્યા છે, હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર જુગાર રમવામાં ખુબ જ આસકત છે, તેઓને જે જુગાર રમવા માટે બેલાવવામાં આવશે તે તેઓ એકક્ષણને પણ વિલંબ કર્યા સિવાય આવશે. વળી તેઓને મારા જેવું રમતા પણ આવડતું નથી માટે કોઈપણ કારણ નિમિત્તે તેઓને અહીં બોલાવવાની આપ કે શિષ કરે, તેમની તમામ લક્ષમી જુગારમાં જીતી લઈ આપના હાથમાં મૂકી દઈશ, પરંતુ આપ આપના પિતાજીને આ વાત કહે, દુર્યોધને કહ્યું કે હું પિતાજીને નહી કહી શકું. તમે જ તેમને કહો.
આ પ્રમાણે રસ્તામાં વિચાર કરીને શકુની અને દુર્યોધન બંને ઈન્દ્રપ્રસ્થ પહેચા, નગરમાં પ્રવેશ કરતાં જ પતરાષ્ટ્રને પ્રણામ કરીને તેઓની પાસે બેઠા, દુર્યોધનને લાંબા ધાસોશ્વાસ લેતે સાંભળી પતરાખે પૂછયું કે વત્સ! તને આજે શું થયું છે. આ પ્રમાણે લાંબા શ્વાસોશ્વાસ