________________
૨૩૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તથા પુત્રપ્રેમી તરાષ્ટ્ર સુખી છે ને? બધી માતાએ આનંદમાં છેને? દુર્યોધનના મનોરથ પુરા થયા ને ? વારણાવર્તામાં આગ લગાડયા બાદ શું શું થયું? અમે અહિંઆ છીએ એ વાતની તને કેવી રીતે ખબર પડી ? પ્રિયંવદ ! તું બધી હકીકત મને કહી સંભળાવ !
હે દેવ! આપના વિના લકે મનથી દુઃખી છે. અને શરીરથી સુખી છે. તે મહેલમાં આગ લગાડયા પછી પાંડેને બાળી નાખવામાં આવ્યા છે. અમારા જીવનને ધિકાર છે એમ કે એ હાહાકાર મચાવ્ય. શોકાતુર લકોએ પિતાને અશ્રુજલથી તે આગને બુઝાવી નાખી. આ આગથી મારું કાંઈ બળતું નથી એ પ્રમાણે વિસાર કરીને હું તે મનમાં ખૂબ જ રાજી હતા. નાગરિક તમારા જેવા આકારવાળા બળેલા સાત જણને ત્યાંથી નગરમાં લાવ્યા. લોકો બોલવા લાગ્યા કે આ યુધિષ્ઠિર. છે. મરી ગયા પછી પણ જેનું મુખ પૂર્ણિમાના રાંદ્રમાની શેભાને જીતે છે. સ્થૂળ શરીરવાળા આ ભીમ છે. આ લાંબા હાથવાળા અર્જુન છે. સૌમ્ય આકૃતિવાળા સહદેવ અને નકુળ છે. આ જગન્માતા કુંતી છે. આ એજ દ્રૌપદી છે જે પાંચ પતિવાળી હોવા છતાં મહા સતી કહેવાય છે. આ પ્રમાણે આપના જ શરીર છે. તેમ માની લેકે રડવા લાગ્યા, જેના આકંદથી વૃક્ષે પણ રડવા લાગ્યા. આપના ગુણે પ્રત્યે અનુરાગ હોવાથી તે લોકોને રડતા જોઈ હું મનમાં વિચારતો હતો કે પાંડવો તે