________________
૨૨૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ખભા ઉપર દ્રૌપદીને બેસાડી ભીમની સહાયતાથી તે અધા રાતદિવસ ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા..
ધૂળથી ભરેલા, મેલા વસ્ત્રવાળા યુધિષ્ઠિર સપરિવાર દ્વૈતવનમાં આવ્યા. તે વન ચક્રવાક, કાયલ, બપૈયાના અવાજોથી મનોહર પણ હતુ. તેા જ ંગલ વાઘ, શિયાળ, સાપ વિગેરેથી પણ ભરેલુ હતુ. જંગલ કયાંક કયાંક ૨'પા, પુન્નાગ, નાગકેસર વિગેરે સુગંધિત પુષ્પાથી સુગંધિત પણ હતું. જંગલમાં કાઇ કાઈ જુના ઝાડના કાતરામાં ઉંદરા રમત રમતા હૈાવાથી ભયંકર પણ હતું. એકખાજી મનોરમ્ય આશ્રમ હતા તે બીજી તરફ શિકા– રીઓનું ટોળું પણ હતું. તે વનમાં પાંડવા રહેવા લાગ્યા. વનનો વેષ ધારણ કર્યાં હેાવા છતાં પણ અત્યંત શૈાભાયમાન તેએ લાગતા હતા. ભીમ દરરોજ જુદી જુદી જાતના ફળે! લાવી બધાને ખવડાવતા હતા. સહદેવ સ્નેહથી કામળ વલ્કલ લાવીને કુટુંબને આપતા હતા. નકુળ ખાખરાના સુંદર પાંદડાઓથી ઝુંપડી અનાવી. કુટુંબની ભક્તિ કરતા હતા. અર્જુન ઉપદ્રવ કરનારને મારવા માટે દિનરાત ધનુષ્યમાણ તૈયાર કરીને ચાકી. કરતા હતા. કુતી પુત્રાના કલ્યાણને માટે જિનેશ્વરનુ સ્મરણ કરતી હતી. પાંડવેા પણ પાંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લયલીન બનીને રહેતા હતા. દ્રૌપદી ઘરના કામકાજમાં તત્પર બની ગઈ હતી. પાંડવા સપરિવાર આનંદમાં હતા. પાંડવા દ્રૌપદીને નવીન પ્રકારના પુષ્પોથી શણગારતા હતા..