________________
સરદ]
[પાંડવ ચંત્રિ મહાકાવ્યા તે તમે માગી લે. મારા વચનનું પાલન કરીને તમારું પણ કાર્ય કરીશ. નકુલ અને સહદેવ બને ભાઈઓએ કહ્યું કે મામાજી! આપ યુદ્ધના સમયે પગલે પગલે કર્ણના ઉત્સાહને મંદ કરવાનું કાર્ય કરશો. નકુળ, અને સહદેવના વચનને સ્વિકાર કરીને આનંદિત બનીને મદ્રપતિ રાજા શલ્ય અત્યંત લજ્જાળુપણાને ધારણ કરીને ચાલ્યા ગાયા.
પ્રાતઃકાળમાં જ્યારે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા, ત્યારે કૃષ્ણ યુધિષ્ઠિરની સેનાએ કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. કુરૂક્ષેત્રની પાસે પહોંચતાની સાથે સરસ્વતી નદીના કિનારે કૃષ્ણ યુધિષ્ઠિરે પિતાના સૈન્યને મુકામ કરવાની આજ્ઞા કરી. સેના પહોંચતા પહેલાં જ વ્યાપારી લેકે ત્યાં પોંચી ગયા. અને અધિક લાભના લેભથી તે લોકોએ ઠેકઠેકાણે દુકાને માંડી દીધી. હાથી, ઘોડા, રથ અને પાયદળથી સરસ્વતીને કિનારે ગાજી ઉઠયો હતો. મહાવતેએ જલકીડાના માટે હાથીઓને સરસ્વતી નદીમાં છૂટા મુકી દીધા. અશ્વપાલના અને નદીકિનારે લીલું ઘાસ ખાવા માટે છૂટા મુકી દીધા. તે ઘોડા પરસ્પર લડવાથી લોકોને આનંદ કરાવતા હતા નદીની અંદર હાથી કમળના પરાગથી પીળા દેખાવા લાગ્યા. સૈનિકે એ સરસ્વતી નદીના કિનારા ઉપર રહેલા વૃક્ષના ફલકુલેથી કૃષ્ણ અને યુધિષ્ઠિરને સત્કાર કર્યો. સંધ્યા સમયે કૃષ્ણ યુધિષ્ઠિર બન્ને જણા ખજુર, નાગ5