________________
ટાર્ગ : ૧૧ ]
[૩૦૫ અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થાત નહિ. યુધિષ્ઠિરે પણ કહ્યું કે ભાઈઓને વધ કરવા માટે મારૂ મન ના કહે છે. પરંતુ હવે યુદ્ધ કર્યા સિવાય બીજે કઈ માર્ગ નથી. હવે તમે બધા યુદ્ધની તૈયારી કરે. યુધિષ્ઠિર અને કૃષ્ણના આદેશથી, પાંડવ પક્ષમાં રહેલા રાજાઓએ પિતાની સેનાઓને તૈયાર થવાની આજ્ઞા કરી.
એક દિવસ તરાષ્ટનો સારથિ સંય દૂત બનીને યુધિષ્ઠિરની પાસે આવ્યો. તેણે સુંદર શબ્દ વડે યુધિષ્ઠિરને કહ્યું કે ધૃતરાષ્ટ્ર કહેવડાવ્યું છે કે આપ એક જ એવા આત્મા છે કે જેમાં વિવેક, ધર્મન્યાય, વિનય વિગેરેનો ખજાનો છે માટે વત્સ! હું હાથ જોડીને કહું છું કે દુર્યોધનને ખૂબ જ સમજાવ્યો પણ મારી મહેનત નિષ્ફળ ગઈ છે. તે મારૂં બીલકુલ સાંભળવા તૈયાર નથી માટે તમોને મારી પ્રાર્થના છે કે ભાઈઓમાં વિગ્રહ ન થાય તેવું કાર્ય કરે.
' * સંજયના વચનને સાંભળી યુધિષ્ઠિર હસવા લાગ્યા. અને બેલ્યા કે આર્ય સંજય! કાકાએ જે વાત કરી છે” તે સુંદર પરિણામ લાવનારી અને ન્યાયથી ભરેલી છે. પરંતુ જ્યાં સુધી શત્રુને પરાભવ ન થાય ત્યાં સુધી જ ક્ષમા અલંકારરૂપ હોય છે. પરંતુ શત્રુઓ દ્વારા પિતાને પરાભવ થવાને હેાય ત્યાં પરાક્રમ અલંકાર ગણાય છે. હું મારા ભાઈઓને મારી નાખવાની ઈચ્છા રાખતો નંથી તે જ રીતે હું મારા રાજ્યને પણ છોડવા તૈયાર નથી' ૨૦