________________
સર્ગઃ ૧૨મો] "
[૩૨૫ આપના જેવા ભાણેજ જેને છે તેને શાશ્વત કલ્યાણ છે. જગતને પવિત્ર કરનારી કુંતી અને માદ્રી જેને બહેન છે તેને હંમેશાં કલ્યાણ છે. મને કહેતાં શરમ આવે છે છતાં આવશ્યકતા સમજીને કહું છું કે તમે સૌજન્યપુર્ણ પ્રેમથી મને પિતાને માનીને યુદ્ધમાં આવવા માટે આમંત્રણ આપવા માટે દૂતને મોકલ્યો હતો. પરંતુ આપના દૂત આવે તે પહેલાં જ દુર્યોધને દૂત મોકલાવી મને યુદ્ધનું આમંત્રણ આપ્યું હતું. અને મેં યુદ્ધનું આમંત્રણ તેમનું સ્વીકારી લીધું હતું. હવે આપેલા વચનને બદલવા માટે હું સર્વથા અસમર્થ છું. જે પુરૂષ આપેલા વચનનું પાલન નથી કરતે તે પુરૂષ નથી પણ પશુ છે. માટે રાજન ! નજીકમાં જ મારી સેનાને પડાવ નંખાવીને આ વાત કહેવા માટે હું આવ્યો છું. હવે આપની જેવી આશા ! યુધિષ્ઠિરે કહ્યું મામાજી! આમાં કાંઈ અનુચિત વાત નથી. કેમકે દુર્યોધન પણ આપને જમાઈ છે. માટે આપને સંકોચ કરવાની આવશ્યકતા નથી. આપ જલદીથી પ્રયાણ કરે. દુર્યોધન આપની સહાયતા મેળવીને સંતોષ પામશે. યુધિષ્ઠિરની વિદાય લઈને કુંતીને પ્રણામ કરી જ્યારે શલ્યરાજા ચાલ્યા ત્યારે તેમની પાછળ પાછળ નકુળ અને સહદેવે ચાલતાં ચાલતાં કહ્યું કે મામાજી! કેાઈ વખત વિદ્વાનની બુદ્ધિ ખરાબ થઈ જાય છે તેમ આપે પણ ખુબ જ અનુચિત કાર્ય કર્યું છે. માદ્રીમાતા પણ આ વાતને સાંભળી લજજાને ધારણ કરશે. અમે બન્ને ભાઈએ પણ આર્ય યુધિષ્ઠિરને અમારૂં મુખ કેવી રીતે બતાવી શકીશું. શલ્યરાજાએ કહ્યું વત્સ! તમને જે ગમતું હોય