________________
૪૦૬]
[પાંડવ ચરિત્ર મહાકાલ કંસ તથા કાલકુમાર વિગેરેને બહાર કાઢશે. તું શસ્ત્ર ધારણ કર. કારણ કે નિઃશસ્ત્રને હું મારતે નથી. આજે તારું મૃત્યુ જોઈને જીવયશા પણ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે
કૃષ્ણ ધીરતાથી કહ્યું કે રાજન! તમારી વાત સાચી છે. પરંતુ આપની પુત્રીની પ્રતિજ્ઞા અગ્નિપ્રવેશ કરીને અવશ્ય પુર્ણ થશે. આ પ્રમાણે કરીને શુભ શુકનથી ખુશી થતા કૃષ્ણ તેની ઉપર બાણોને વરસાદ વરસાવ્યો. જરાસંઘે તીવ્ર બાણેથી યાદવસેનાને અસ્તવ્યસ્ત કરી નાખી. સૂર્યને પણ બાણ વડે ઢાંકી દીધે. શત્રુઓના મનોરથ સમાન વિચિત્ર બાણને કૃષ્ણ ભાંગી નાખ્યા. રામ-રાવણના ચુદ્ધને જોવાવાળા દેવને આ બન્નેના યુદ્ધ જોવામાં એટલેજ આનંદ આવ્યો. જરાસંઘે જે જે બાણે ફેંકયા તે બધા બાણોને કૃષ્ણ રસ્તામાં જ ભાંગી નાખ્યા. આ પ્રકારનું અપૂર્ણ યુદ્ધ જેઈને આકાશમાં દેવતાઓ પણ કોલાહલ કરવા લાગ્યા. જેમ સૂર્યના કિરણે અંધકારને નાશ કરે છે તેવી રીતે કૃષ્ણના બાણોએ જરાસંઘના શ નકામા કરી નાખ્યા. ધજાદંડ, શસ્ત્ર, ધનુષ્યની દોરી વિગેરે કપાઈ જવાથી દુઃખી બની જરાસંઘે શત્રુ સંહારકારી ચક્રનું સ્મરણ કર્યું. કોધથી લાલ આંખેવાળ જરાસંઘના હાથમાં દેવતાધિષ્ઠિત ચક્ર આવી ગયું. .. રે ગોપ! આજે તું બચવાને નથી. આ પ્રમાણે વારંવાર બેલતા માગધેશ્વર જરાસંઘે ચક ફેંકયું. તે ચકને આવતું જોઈને સમુદ્રવિજય વિગેરે યાદવેએ હાહાકાર