________________
૪૮૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય - સિધ્ધાર્થ દેવના વચન સાંભળી બલરામે કહ્યું કે ભાઈ! તમે મને ખૂબજ બેધ આપે છે. પરંતુ મને બતાવો કે કૃષ્ણના મૃત્યુથી દુઃખમાં પડેલે હું કેવી રીતે આત્મકલ્યાણ કરૂં? તે વખતે દેવે કહ્યું કે આપ ઐક્યનાથ, કલ્પવૃક્ષ સમાન ભગવાન નેમિનાથની પાસે દીક્ષા ગ્રહણ કરો, દેવની વાતને સ્વીકાર કરીને બલરામ તથા દેવ બને જણાએ મલીને શ્રીકૃષ્ણને અગ્નિસંસ્કાર કર્યો.
ત્યારબાદ બલરામ જ્યારે સંયમના માટે ઉત્સુક બન્યા, ત્યાં તેમણે પિતાની સામે એક વિદ્યાધર મુનિને જોયા, તેમનું સ્વાગત તથા પ્રણામ કરીને હર્ષિત બનેલા બલરામે તેમના આગમનનું કારણ પૂછ્યું. તેઓએ કહ્યું કે આપના સંયમી બનવાના વિચાર જાણી ભગવાન નેમિનાથે મને અહીંઆ તમારી પાસે મોકલાવેલ છે. માટે આજને સમય અત્યુત્તમ છે. આપ આપની પુણ્યસંપત્તિ વૃધ્ધિના હેતુરૂપ મનમાં ઈચ્છિત સર્વવિરતિ વ્રત ગ્રહણ કરે, વિદ્યાધર મુનિના વચનેથી ઉત્સાહિત બની બલરામે સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિપણાને સ્વીકાર કર્યો, થડા વખતમાં તેઓ સુક્ષ્મમાં સુક્ષ્મ સિધ્ધાંતના રહસ્યના જાણકાર બની ગયા.
અમ વિગેરે અનેક તપની આરાધના કરતા બલરામ દરેક વસ્તુમાં સમાન ચિત્તવાળા બન્યા, તેઓ દેવતાઓને પણ દુઃખી માનવા લાગ્યા, પિતાના શરીર ઉપરથી રાગ ઉઠી ગયો હતે, શહેરમાં કે જંગલમાં સમાન