________________
૩૩૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મારા બાણ શત્રુઓના હાથીઓના મદજળથી પિતાની તરસ છીપાવશે. આ પ્રમાણે તે વખતે વીરે અનેક વાત કહેવા લાગ્યા.
બીજે દિવસે વીર સૈનિકના આનંદની સાથે સાથે સૂર્યને પણ ઉદય થયે. ચારે તરફ શંખ વાગવા લાગ્યા. શંખને અવાજ સાંભળી રોમાંચ અનુભવતા વીર સૈનિકે બહાર નીકળ્યા. હાથી, ઘોડા, રથ, પાયદળ તૈયાર થઈને ચાલવા લાગ્યા. શત્રુઓને મારવાને માટે કવચ ધારણ કરી તેજસ્વી સૂર્યની જેમ ભાઈઓ સહિત યુધિષ્ઠિર દેખાવા લાગ્યા. શસ્ત્રોને ધારણ કરેલા પાંચે પાંડવે પ્રલયકાળના મેઘની જેમ ભવા લાગ્યા. * યુદ્ધસાગરને ઓળંગવા માટે નૌકાસમાન રથ ઉપર પાંડ ચડ્યા. બીજા રાજાઓ પણ રથારૂઢ થઈને તેમની પાછળ ચાલ્યા. તે વખતે દેવતાઓથી પરિવરેલા અનેક ઈન્દ્રની સમાન પાંડવો સુશોભિત દેખાવા લાગ્યા. તે વખતે ઉત્તર દિશામાંથી આકાશમાર્ગે આવતાં અનેક વિમાને જોયાં. વિમાનમાંથી ઉતરીને મણિચૂડ સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબલ, ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરેન્દ્રાએ ઉતરીને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. કહ્યું કે દેવ ! આપના ભાઈ અને અમારૂ રક્ષણ કરીને અમારું જીવન ખરીદી લીધું છે. આજે જ્યારે વિદ્યારે દ્વારા અમને આપના યુદ્ધની ખબર મલી કે તુરત જ અમે લેકે ત્યાંથી નીકળીને અહિં આવ્યા છીએ. અમારી નજર સામે આપ યુદ્ધમાં