________________
સર્ગ ૧૧]
[૩૧૧ પ્રણામ કરી વિદુરજી નગરમાં આવ્યા. બંને ભાઈઓની સંમતિ લઈ વિદુરજી મુનીશ્વરની પાસે આવ્યાં અને સર્વ સાવઘત્યાગરૂપ સર્વવિરતિ વ્રત ગ્રહણ કર્યું અને મુનીશ્વરની સાથે વિહાર કરી ગયા.
બીજે દિવસે થોડાક સામતને સાથે લઈને કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા. રાજાએ તેમનું સ્વાગત કર્યું. મોટા સમારંભ સહિત શ્રીકૃષ્ણ નગરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ રાજ્યભવનમાં લાવીને દિવ્ય આસન પર રાજાએ તેમને બેસાડ્યા. તે સભામાં ધૃતરાષ્ટ્ર સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન, દુઃશાસન વિગેરેની વચમાં બેઠેલા કૃષ્ણ ચંદ્રમાની જેમ શેવા લાગ્યા. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર વિનયપૂર્વક કૃષ્ણને કહ્યું કે તમારા આગમનથી મારૂં ભવન તે પવિત્ર બની ગયું છે પણ તમારા વચનેથી મારા કાનને પવિત્ર બનાવો.
ધૃતરાષ્ટ્રના વચનોને સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું કે રાજન! આપને સંદેશ લઈને સંજય દ્વારકા આવ્યું હતું. તેની વાત સાંભળીને યુધિષ્ઠિરે સંધિનો સ્વીકાર કર્યો હતો. પરંતુ બીજા રાજાઓ સહિત ભીમ, અર્જુન, નકુળ અને સહદેવે સંધિ કરવાની ના કહી ત્યારે કેઈપણ જાતની વાતચીત કર્યા સિવાય સંય યુદ્ધને આદેશ લઈને હસ્તિનાપુર આવ્યા. યુધિષ્ઠિરે બધી વાત મને કહી ત્યારબાદ તે ચારે ભાઈઓને પૂછયા સિવાય હું અહિં