________________
૪૨૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
નેમિકુમારની સાથે કૃષ્ણ કરતા હતા. નેમિકુમારને મૂકી કાઈ કાય કરતા નહાતા.
એક દિવસ કૃષ્ણે અંતઃપુરના રક્ષકા, દ્વારપાલે અને બધા અંગરક્ષકાને આદેશ આપ્યા કે તેમિકુમાર મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. કાઈ પણ જગ્યાએ ગમે તે વખતે તેમને જવા આવવા માટે પ્રતિબંધ નથી. ત્યારબાદ ફરીથી કૃષ્ણે સત્યભામા આદિ પેાતાની સ્ત્રીઓને પણ આજ્ઞા કરી કે તમે તમારા દિયર નેમિકુમારની સાથે નિઃશ’કપણે કીડા કરો. ત્યારબાદ નેમિકુમાર એકલા પણ અંતઃપુરમાં જવા લાગ્યા. ધીરપુરૂષાને વલવ અને વાસનાના તત્ત્વા સ્પ કરતા નથી. નિવિકારપણે રમતા નેમિકુમાર ભાભીએની સાથે આનદપ્રમાદની વાતે
કરતા હતા.
ત્યારબાદ શિવાદેવી, સમુદ્રવિજય વિગેરેએ કૃષ્ણને પ્રેરણા આપી કે તમે નેમિકુમારને લગ્ન કરવા માટે સમજાવે. કૃષ્ણે સત્યભામા રૂકિમણી વિગેરેને કહ્યું કે નેમિકુમારને લગ્ન કરવા માટે સમજાવવાના છે. અને તેમાં સ્ત્રીઓ ઘણી ચતુર હેાય છે. ત્યારબાદ સત્યભામા રુકિમણી વિગેરેએ નેમિકુમારને લગ્ન કરવા માટે ઘણી વિનતી કરી. નેમિકુમાર પણ ઉચિત શબ્દોથી ‘ઉત્તરાત્તર તે લેાકેાને છેતરતા હતા. નેમિકુમારના વચનાથી ખિન્ન થયેલી તે સ્ત્રીઓની સહાયતાને વસત ઋતુનુ આગમન થયું. તે વખતે આંખાની મંજરીઓ ઉપર