________________
સંકેલી લે એક મંદિર બાબાનો બલિ
સર્ગ મે)
| [ w વિના શત થતા નથી, તેથી તમે લોકે નગરની પાસે “ભરવ વનમાં એક મંદિર બનાવે, અને દરરોજ એક માણસને મોકલી આપે, તે તમારી ઉપર કેઈ ઉપદ્રવ નહી થાય, આમ કહીને જ્યારે રાક્ષસ બેલતે બંધ થયો ત્યારે લોકોએ તેના વચનનો સ્વિકાર કર્યો.
ત્યારબાદ ઇન્દ્રજાલિકની જેમ તે રાક્ષસે પોતાની માયાજાળ સંકેલી લીધી, ત્યારે લેકેએ ભેગા થઈને બકીની પ્રતિમા સહિત એક મંદિર બંધાવ્યું. માતાજી! ત્યારથી દરરોજ એક મનુષ્ય અને અઢીશેર ચોખાનો બલિ દરરોજ જુદા જુદા ઘેરથી મોકલવામાં આવે છે. આજે રાજાની આજ્ઞાથી મને જંગલમાં જવાનું છે. એટલે નિરાશ બનીને કુટુંબ રડે છે, આશ્રયવૃક્ષને નાશ થવાથી પક્ષીઓ દીનતા ધારણ કરી રડવા લાગે છે. માતાજી! બીજું દુઃખ એ છે કે આ બ્રાહ્મણી કહે છે કે “આપના વિના મારૂં જીવન નકામું છે તેથી તે રાક્ષસની પાસે હું જઈશ, સ્ત્રીઓનું કર્તવ્ય છે કે સ્વામિના સંકટને દૂર કરવું જોઈએ, મેં આપની પાસેથી તમામ પ્રકારના ભેગ જોગવી લીધા છે. બે સંતાનોના મુખપણ જોઈ લીધા છે. હવે મને મૃત્યુની બીક પણ નથી, એટલું નહિ, પુત્રી પણ અમને બંનેને રોકી રહી છે. અને પોતે જવા ઈચ્છે છે. તમે બંને જણા મને જવાની આજ્ઞા આપે એટલા માટે હે કુંતી ! મને તે લોકો જવા દેતા નથી. હું તેઓને જવા દેવા તૈયાર નથી, રાજાને આદેશ સર્વથા માન્ય છે. તેથી હું શું કરું તે મને સમજાતું નથી.