________________
૪૨૪].
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બળરામ અને કૃષ્ણ પણ આશ્ચર્યમાં પડી ગયા, સમાજને પણ મૂચ્છિત બનીને પડી ગયા. ક્ષોભ અને વિસ્મયતાથી કૃષ્ણ વિચાર કર્યો કે આ વજાને અવાજ છે? શું પ્રલય કાળના મેઘની ગર્જના છે. અરે ! આ તે પંચજન્ય શંખને ગંગનભેદી અવાજ છે. પરંતુ મારા સિવાય પાંચજન્ય શંખને કઈ વગાડી શકે તેમ નથી જયારે કૃષ્ણ અનેક તર્ક વિતર્ક કરતા હતા. એટલામાં ચારૂકૃષ્ણ આયુધાગાર રક્ષકે આવી પ્રણામ કરીને કૃષ્ણને કહ્યું કે દેવ! કુમારની સાથે નેમિકુમારે આપની જેમ આયુધાગારમાં પ્રવેશ કર્યો છે અને તેઓએ સુદર્શન સારંગ ગદા નદકની તરફ જોઈને પાંચજન્ય શંખની તરફ વારંવાર જોયું અને તેને ફેંકવાને માટે હાથમાં લીધો. ત્યારે મેં કહ્યું કે કુમાર ! આપ ફેગટ શા માટે પ્રયત્ન કરે છે ? વજન પણ એવું ઊંચકવું જોઈએ કે કઈ આપણું મશ્કરી પણ ન કરે! વાસુદેવ સિવાય કઈ પણ બીજે માણસ પાંચજન્યને ઊચકી શકતો નથી, તે પછી કુંક મારીને વગાડવાની તે વાત શું કરવી ! મેં આ પ્રમાણે ના કહી તે પણ નેમિકુમારે સફેદ કમળની જેમ તે શંખને હાથથી ઉપાડે. નેમિકુમારના હાથમાં તે શંખ રક્તકમળની પાંખડીઓની ઉપર કલહંસની જેમ શોભવા લાગ્યો.
જ્યારે તેઓએ શંખને ફૂર્યો ત્યારે અમે બધા આશ્ચર્ય ચકિત બનીને મૂર્છાવસ્થામાં આવી પડ્યા. જ્યારે ભાનમાં આવ્યું ત્યારે હું આપની પાસે આવ્યો. આ પ્રમાણે