________________
૨૮૨ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
કાલે તારી પાસે આવશે. તુ' તેને અર્જુનની નાટયશાળામાં આવવા માટેના સંકેત કરજે. હું તારા વેશ પહેરીને પહેલેથી જ ત્યાં પહોંચી જઈશ, અને આલિંગનના મહાના નીચે તેને દબાવીને મારી નાખીશ. આ પ્રમાણે કહીને ભીમે તેને વિદાય કરી અને તેણી પેાતાને સ્થાને ચાલી ગઈ.
બીજે દિવસે અત્યંત સુંદર વેષને ધારણ કરી દ્રૌપદી કીચકની પ્રતીક્ષા કરતી રાજભવનના પાસે ઉભી હતી. જાણે કે દ્રૌપદીને લાત મારવાથી લાગેલું જે પાપ તેનાથી બધાએલા હેાય તેવી રીતે તેણીને જોઈ કીચક એક ડગલુ પણ આગળ વધી શકયા નહિ. દ્રૌપદીએ પેાતાની પ્રેમભરી દૃષ્ટિ કીચક ઉપર નાખી જેથી કીચકે ધીમે ધીમે તેની પાસે આવી વિનતી કરી. દ્રૌપદીએ તેના વચનને માની લઈ કહ્યું કે અધી રાતે હું નાટયશાળામાં હાઇશ. તમે ત્યાં અવશ્ય આવજો, આ પ્રમાણે કીચકને કહી દ્રૌપદી અંતઃપુરમાં ચાલી ગઇ. કીચક આનદિત બનીને રાજા પાસે ગયા.
કીચકની ઉપર આવનાર આપત્તિને નહિ જોઈ શકવાની સ્થિતિમાં સૂર્ય પણ અસ્તારાળે ગયા. ભૂમ`ડળ ઉપર કાળમીંઢ જેવી રાત્રીનુ' સામ્રાજ્ય હતું. કીચકના અંતરમાં ખુબ જ આનંદ્ર ઉભરાતા હતા. ભીમે માલિનીને વેષ ધારણ કરી અંધકારમાં નાટય ગૃહમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના સુગધી દ્રવ્યેાથી શરીરને સુગંધિત બનાવી