________________
૩૩૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ‘ભાગીદાર બનતા નહિ. અને જ્યાં સુધી કૌરવ-પાંડનું યુદ્ધ ચાલતું હોય ત્યાં સુધી આપ પ્રેક્ષક બનવાની કૃપા કરશે. પાંડવોની સાથે સાથે કૃષ્ણને પણ મારું તે આપને યશ ત્રણે લેકમાં પ્રસરી જશે. સેવકના હાથે વિજય પ્રાપ્ત થવાથી સ્વામી અધિક યશસ્વી બને છે તે ન્યાયે આપ સ્વામી છે જ્યારે હું સેવક છું. જરાસંઘે પણ દુર્યોધનની વાત માની લીધી. સપરિવાર દુર્યોધન પિતાના તંબુમાં પાછા આવ્યા.
તે વખતે દુર્યોધને ભીષ્મ, દ્રોણ કણ વિગેરે મોટા મોટા શુરવીને કહ્યું કે કાલે પ્રાતઃ સમયે અગાધ યુદ્ધ સાગર આવી રહ્યો છે. તેને રોકવા માટે આપની જ ભુજાઓ સેતુ બની રહેશે. જ્યારે સાથીદારે બધા એકમત થઈને કાર્ય કરે છે ત્યારે ગમે તેવું કાર્ય પણ સહેલાઈથી થઈ શકે છે. પક્ષીરાજ પણ પાંખની સહાયતાથી ગગનસાગરનું ઉલ્લંધન કરે છે. તેવી રીતે આપ લેકેના ભૂજાબળથી, સહકારથી, ઉત્સાહથી હું શત્રુઓને જીતી લઈશ. આપ લેકેના અપાર પરાક્રમથી મારી કીર્તિ અવશ્ય વિકસિત બનશે. પાંડવોને મારવાની ઈચ્છાથી જ મેં જરાસંઘને યુદ્ધની વિનંતી કરી હતી. માટે આપ કૃપા કરીને બતાવો કે આપના શૂરવીરમાં કેટલા અતિરથી છે? કેટલા મહારથી છે. અને કેટલા અર્ધરથી છે અને હું કોને સેનાપતિ બનાવું? ત્યારબાદ ભીમે કહ્યું કે રાજન? તમે પોતે જ ધનુર્ધારીના રહસ્યને જાણે છે,