________________
સર્ગ : ૧T
[૪ પરસેવો છૂટી ગયે, અર્જુનના બાણથી જરાસંઘના સિનિક મેદાનમાંથી ભાગી છૂટયા, જેમ ઈન્દ્રના વજથી પર્વતના ચૂરેચૂરા થઈ જાય છે તેવી રીતે ભીમની ગદાથી શત્રુદળના રાજાઓના ચૂરેચૂરા થઈ ગયા, યુદ્ધાકાશમાં સૂર્ય સમાન યુધિષ્ઠિરને ઉદય થવાથી શત્રુદળમાં ઘણાં અંધકાર સમા બની ગયા, થોડા ઘણા તારા જેવા નિસ્તેજ બની ગયા, નકુલ અને સહદેવે પણ પિતાના પરાક્રમથી વિપક્ષ સેનાને સંહાર કર્યો, મોટા ભાગના સૈનિકે યુદ્ધમાંથી ભાગી છૂટ્યા હતા, થોડા ઘણું જે બચ્ચા તેઓએ પોતાના પ્રાણ બચાવવા માટે સેનાપતિ હિરણ્યનાભનું શરણું ગ્રહણ કર્યું. તેઓને સાંત્વન આપી હિરણ્યનાભે પોતાના વિચિત્ર પરાક્રમથી યાદવ સેનાનું મર્દન કર્યું. ભયભીત યાદવ સિનિકેમાંથી ઘણએ નેમિકુમારનું તે થોડા ઘણાએ અનાધષ્ટિનું શરણ ગ્રહણ કર્યું. યાદવ સેનાને વ્યાકુલ જોઈને ભીમે હિરણ્યનાભને કહ્યું કે સેનાને સંહાર શા માટે ? તમારામાં તાકાત છે તે મારી સાથે યુદ્ધ કરો. બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. કૃષ્ણ અને બલરામે જેવી રીતે ચાણુર અને મૌષ્ટિકને યમના કિંકર બનાવ્યા હતા તેવી રીતે ભીમે હિરણ્યનાભને યમના દ્વારે પહોંચાડી દીધે, જરાસંઘના સેનાપતિ હિરણ્યનાભના મૃત્યુથી યાદવેએ મગધેશ્વરની સેનાને જંગલના દાવાનળની જેમ સળગાવી દીધી, તે વખતે ભીમના સમાન બીજા વરની તપાસમાં સૂર્યલોકાન્તરમાં ચાલ્યો ગયે, બંને પક્ષના સિનિક તથા ૨૬