________________
૨૨૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય -તેણે એક ગદા, તથા શિલાની પાસે પગલાનાં ચિહેને જોઈ નજીક રહેલા પહેરગીરને પૂછયું કે રાક્ષસ આવેલે લાગે છે, પરંતુ કેમ દેખાતું નથી ? તેને કહ્યું કે તમારી પહેલાં એક હષ્ટપુષ્ટ શરીરવાળે મનુષ્ય આવ્યું હતું. અને શિલામાં સૂઈ ગયું હતું, રાક્ષસ આવીને તેને પહાડ ઉપર લઈ ગયો છે. ભૂખ્યા રાક્ષસે તેને શરીરના ટુકડા કરી ખાઈ ગયા છે. તમને વધના વેશમાં જોઈ મને એમ લાગે છે કે તમારા બદલામાં આવીને કિઈ પુણ્યવાન આત્માએ પ્રાણ છોડયા છે. પહેરગીરના
વચને સાંભળી બ્રાહ્મણ વજ તાડિતની જેમ અત્યંત Fરવા લાગે, હે પોપકાર પ્રવિણ! હે અદ્ભુત સાહસિક? મને કણ બનાવી, વિશ્વનું રક્ષણ કરવામાં સમર્થ એવા આપના આત્માથી આપે રાક્ષસને કેમ આનંદિત કર્યો, આપે તૃણમણિના બદલે ચિંતામણિને -ત્યાગ કર્યો, વિલાપ કરતે તે બ્રાહ્મણ કુંતીની પાસે જઈને કહેવા લાગે, કે માતાજી! આપના પુત્રને મારી ખાતર રાક્ષસે મારી નાખે. દ્રૌપદી-યુધિષ્ઠિર વિગેરેની સાથે કુંતી પણ રોતી રોતી આવી, દેવશર્માની સાથે વનમાં બધા એક ઝાડની નીચે એકત્ર થયા.
શેકથી રેતા બ્રાહ્મણે યુધિષ્ઠિરને કહ્યું કે તમારા ભાઈએ વિચિત્ર કાર્ય કર્યું છે. મને તે દુઃખ થાય છે કે હું કુલદેવીને પ્રણામ કરવા શા માટે ગયો ? તેજ વખતે આપના ભાઈ જંગલમાં જઈને રાક્ષસના મુખમાં