________________
૩૬૨ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
રાખ્યા. ધનુષ્ય ટંકારાથી શત્રુઓને ક્ષેાભ પમાડતા પાંડવા, પણ યુદ્ધભૂમિમાં આવ્યા. પૂમાંથી આવતા પવન. પશ્ચિમમાં જેમ ચાલ્યા જાય છે તેવી રીતે બન્ને તરફથી છૂટતા માણે. સામસામા જવા લાગ્યા. ત્યારબાદ દ્રોણ, અને અર્જુનના હાથમાંથી છૂટતા માણેા વડે બન્ને પક્ષના સનિકા ત્રાસી ગયા. દ્રોણાચાર્યની પ્રદક્ષિણા કરીને અર્જુને ગૃહમાં પ્રવેશ કર્યો. જેમ પવનના પ્રચ’ડવેગને વૃક્ષા સહન નથી કરી શકતા તેવી રીતે અર્જુનના ખાણાના પ્રચ’ડવેગને કૌરવપક્ષના રાજુએ સહન ન કરી શકયા. પુત્રના શાકાગ્નિને શાંત કરવા અર્જુનના ખાણાથી શત્રુઆના પ્રાણરૂપ જલને ગ્રહણ કર્યું. જેમ જેમ અર્જુન પેાતાના દેવદત્તશ`ખને વગાડતા હતા તેમ તેમ યુધિષ્ઠિરને વિજયની આશા વધવા લાગી.
ત્યારબાદ અર્જુનના બાણેાથી પિડાતી પેાતાની સેનાને જોઈ સાક્ષાત્ ઉત્પાતની સમાન કુરૂરાજ દુર્યોધન યુદ્ધ કરવા માટે તૈયાર થયા. જંગલમાં ગજેન્દ્રની સાથે ગધ હસ્તિનું યુદ્ધ થાય તેવી રીતે અર્જુન અને દુર્ગંધન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. દુર્યોધનનું ઉલ્લંઘન કરીને અર્જુન આગળ વધ્યા. અર્જુને કૌરવ પક્ષના મેાટા મેાટા ચાદ્ધાના વિનાશ કર્યાં. અર્જુન દેવદત્ત શંખને વગાડતા આગળ વધતા હતા. ઘણે દૂર નીકળી જવાથી શ`ખને અવાજ યુધિષ્ઠિર સાંભળી શકતા ન હેાતા. તેથી યુધિષ્ઠિર ચિંતાતુર થયા. અર્જુનની ખખર લેવા માટે યુધિષ્ઠિર