________________
૪૦૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તેઓ ભાગીને કૃષ્ણના શરણે ગયા, કૃષ્ણ તેમને આશ્વાસન આપ્યું.
ત્યારબાદ બલરામે કૃષ્ણને કહ્યું કે આ વ્યુહ ચકને કોઈ તેડી શકશે નહિ. માટે દક્ષિણથી નેમિકુમાર, જમણી બાજુથી અર્જુન, સામેથી અનાવૃષ્ટિ, તે ચક્રવ્યુહને તોડી શકશે, કૃણે તે ત્રણ જણાને તેમાં નિયુક્ત કર્યા, તે ત્રણે જણાએ ચક્રવ્યુહના દ્વારને તોડી નાંખ્યું. તેમની સાથે બધા સૈનિકોએ પ્રવેશ કર્યો. કૃષ્ણના સૈનિકોએ જરાસંઘના સૈનિકને વ્યાકુળ બનાવી દીધા. * ત્યારબાદ સિંહની સાથે હરણની જેમ, હાથીની સાથે કુતરાની જેમ, નેમિકુમારની સાથે રકમી, લડવાને માટે આગળ વધ્યા, નેમિકુમારની સામે તેનું પરાક્રમ નિષ્ફળ ગયું. નેમિકુમારના ધનુષ્ય ટંકારના અવાજથી ગભરાઈને રકમી ભાગી ગયો, બીજા પણ ઘણા રાજાઓએ નેમિકુમારની ઉપર આક્રમણ કર્યું. પરંતુ દયાસાગર નેમિકુમારે પિતાને શંખ જોરથી ફેંકો. જેના અવાજથી દુશ્મન દળના બધા રાજાએ તથા સૈનિકેના શસ્ત્રો હાથમાંથી નીચે પડી ગયા, અને ચિત્રમાં ચિત્રેલા ચિત્રની જેમ નેમિકુમારની સામે હાથ જોડીને ઊભા રહ્યા. : બીજી તરફ હિરણ્યનાભ વિગેરે વિરોધી રાજાઓને મારી નાખવા માટે જેમ હાથી પર સિંહ ટૂટી પડે છે તેવી રીતે અનાવૃષ્ટિ તૂટી પડે, તે રાજાઓએ પણ એવું ભયંકર યુદ્ધ કર્યું કે અનાવૃષ્ટિના શરીરમાંથી